JET ની ઇ-રિક્ષા બની ઇનકમ રિક્ષા, 8 કલાકમાં પ્રજા પાસેથી 25 લાખ વસુલ્યા

07 June, 2019 03:39 PM IST  |  અમદાવાદ

JET ની ઇ-રિક્ષા બની ઇનકમ રિક્ષા, 8 કલાકમાં પ્રજા પાસેથી 25 લાખ વસુલ્યા

JET ની ઇ-રીક્ષા

અમદાવાદ મ્યુનિશીપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની નેમ લીધી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેરમાં કચરો, ગંદકી, ગેરકાયદે પોસ્ટર અને આડેધડ પાર્કિંગના નામે ઈ રિક્ષામાં સ્વચ્છતાની ઝુંબેશ ચાલુ કરી છે. પણ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ ઝુંબેશ નહી કમાણીનું સાધન બની ગયું છે. ગઈકાલથી શરૂ થયેલી JETની કામગીરી દરમ્યાન 48 વોર્ડમાંથી 8 કલાકમાં રૂ. 25 લાખ જેટલો દંડ વસુલ્યો છે એટલે કે 1 કલાકમાં રૂ. 3.12 લાખ અને દર મિનિટે 5208 રૂપિયા જેટલો દંડ અમદાવાદીઓ પાસેથી વસુલ કર્યો છે.

 

લોકોએ JET ની ટીમનો વિરોધ પણ કર્યો હતો

એક તરફ શહેરમાં કોઈ જગ્યાએ ડસ્ટબીન જોવા મળતું નથી. અનેક જગ્યાએ પે એન્ડ યુઝ અથવા તો જાહેર મુતરડીનો અભાવ જોવા મળે છે. જેના કારણે અનેક જગ્યાએ JETની ટીમ સાથે લોકોનું ઘર્ષણ સર્જાયું હતું. લોકોએ આવી ઝુંબેશનો સખત વિરોધ કર્યો હતો. કોઈ પણ નોટિસ આપ્યા વગર દંડ વસુલ કરવામાં આવતા ભારે રોષ ઉભો થયો છે.

આ પણ વાંચો : હવે અમદાવાદીઓને શિસ્તમાં રાખશે ઈ રિક્ષા સ્ક્વોડ

શહેરમાં આ જગ્યાઓ પર ઇ રિક્ષા ફરી રહી છે
JET એટલે જોઈન્ટ એન્ફોર્સમેન્ટટીમમાં 3 કોર્પોરેશનના અધિકારીઓ અને 2 ટ્રાફિક પોલીસના કર્મચારીઓ 48 વોર્ડમાં ઈ રિક્ષામાં ફરી અને આ કામગીરી કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ, લાલદરવાજા, કાલુપુર ફ્રુટ માર્કેટ, સીજી રોડ, આબાવાડી, નહેરુનગર, મણિનગર, નારોલ, દાણીલીમડા એરપોર્ટ રોડ, બાપુનગર, ખોડિયારનગર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, સીટીએમ, જશોદાનગર સહિત તમામ ઝોનમાં દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

ahmedabad gujarat