આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો 'હાથ' છોડ્યો, જોડાઈ શકે છે ભાજપમાં

10 April, 2019 06:50 PM IST  |  અમદાવાદ

આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો 'હાથ' છોડ્યો, જોડાઈ શકે છે ભાજપમાં

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે. રાધનપુરના ધારસભ્ય અલ્પેશ ઠાકોર પક્ષના મોવડી મંડળથી નારાજ હતા. આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હાથનો સાથ છોડી દીધો છે. જો કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે હજી સવાલો છે. મળતી માહિતી મુજબ અલ્પેશ ઠાકોરના સાથી ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને ભરતજી ઠાકોરે કોંગ્રેસ છોડવાની ના પાડી દીધી છે. ત્યારે હવે અલ્પેશ પાસે માત્ર ધવલસિંહ ઝાલા જ એક માત્ર ધારાસભ્ય છે, જે કોંગ્રેસ છોડી શકે છે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર આવતીકાલે કરી શકે છે મોટો ધડાકો

અલ્પેશ ઠાકોરે રાજીનામામાં લખ્યું છે કે,'મારું જીવન સમાજસેવા સાથે જોડાયેલું છે. હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટેની વિચારધારા સાથે જોડાયેલો હતો. ગરીબો પછાતોનાં ઘરમાં ઉજાસ કરવાનાં સપના મેં જોયા છે. જેને પુરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે. સમગ્ર ગુજરાતના મારા સેનાનાં ગરીબ યુવાનોની અવગણનાં અને અપમાનથી યુવાનોમાં ખુબ જ દુઃખ અને આક્રોશ છે. મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાય હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીનાં ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાઇ હોત માટે જ આ નિર્ણય કરવો અમારા માટે ખુબજ દુઃખદાયક છે.'

 

Alpesh Thakor Gujarat BJP Gujarat Congress Election 2019