Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અલ્પેશ ઠાકોર આવતીકાલે કરી શકે છે મોટો ધડાકો

અલ્પેશ ઠાકોર આવતીકાલે કરી શકે છે મોટો ધડાકો

07 March, 2019 12:48 PM IST | અમદાવાદ

અલ્પેશ ઠાકોર આવતીકાલે કરી શકે છે મોટો ધડાકો

અલ્પેશ ઠાકોર આવતીકાલે પોતાનું સ્ટેન્ડ ક્લીઅર કરશે

અલ્પેશ ઠાકોર આવતીકાલે પોતાનું સ્ટેન્ડ ક્લીઅર કરશે


અલ્પેશ ઠાકોર તેને સાથીઓ સાથે ભાજપમાં જોડાવાની હોવાની વાતો વચ્ચે તેણે પ્રેસ કૉન્ફ્રેંસ કરી. પ્રેસને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું આવતીકાલે આ મામલે તમામ ખુલાસાઓ કરીશે. તમામ સવાલોને જવાબ આપીશ. પ્રેસ દરમિયાન અલ્પેશે વાતવાતમાં એમ પણ કહ્યું કે, આ જે પણ વાતો ફેલાઈ રહી છે તે અફવા છે.

સૂત્રો પાસેથી અહેવાલો મળી રહ્યા હતા કે અલ્પેશ ભાજપમાં જોડાઈ શકે છે અને તેને ભાજપમાં જોડાવાનું ઈનામ પણ મળી શકે છે. જેના પર અલ્પેશે કહ્યું કે તેણે કોઈની સાથે બાર્ગેનિંગ કરવાની જરૂર નથી. હું જે ઈચ્છું તે મને મળી જશે.

કોંગ્રેસથી નારાજગી હોવાના સવાલ પર અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 'હું મારા માટે નહીં પરંતુ મારા લોકો માટે રાજનીતિ કરું છું. જ્યારે મારા લોકોને કાંઈ ન મળે ત્યારે મને દુઃખ થાય છે.'

અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફ્રેંસ કરી ત્યારે તેમની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર હતા. ચર્ચા એવી પણ છે કે અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલા પણ કોંગ્રેસમાં જોડાઈ જશે.

 આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર છોડી શકે છે હાથનો સાથ, ભાજપ મોભાનું પદ આપશે તેવી ચર્ચા



શું છે મામલો?
અલ્પેશ ઠાકોર કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક પહેલા મોટો ધડાકો કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો લાંબા સમયથી આવી રહ્યા હતા. સૂત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે જો અલ્પેશ ભાજપમાં જોડાય તો તેને સંસદીય સચિવનું પદ આપવામાં આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2019 12:48 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK