અલ્પેશ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજેપીમાં જોડાય એવી અટકળો

14 July, 2019 10:30 AM IST  |  ગાંધીનગર

અલ્પેશ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજેપીમાં જોડાય એવી અટકળો

અલ્પેશ ઠાકોર તેમના સાથીઓ સાથે બીજેપીમાં જોડાય એવી અટકળો

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીમાં ક્રૉસ વો‌ટિંગ કરીને પોતાના મનસૂબા જાહેર કરી દેનાર કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર તેના સાથીઓ સાથે સોમવારે ‘કેસરિયા’ કરી વિધિવત્ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં જોડાય એવી અટકળો વહેતી થઈ છે. જોકે બીજેપીએ આ સંદર્ભે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી.
કૉન્ગ્રેસ સાથે છેડો ફાડીને કૉન્ગ્રેસના વિધાનસભ્યપદેથી રાજીનામું આપી દેનારા અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધવલસિંહ ઝાલા સોમવારે બીજેપીમાં જોડાય એવી વાત વહેતી થઈ છે. થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં રાજ્યસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન દરમ્યાન ક્રૉસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાઈ જશે એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. કહેવાઈ રહ્યું છે કે ઠાકોર સેના દ્વારા તેમના કાર્યકરોને સોમવારે કોબા–ગાંધીનગર બીજેપીના મુખ્ય કાર્યાલય કમલમ પર પહોંચવાની સૂચના અપાઇ છે.

આ પણ જુઓઃ દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી

અલ્પેશને મળી શકે આ પદ
આવતી કાલે ગુજરાતના પ્રધાનમંડળના થનારા વિસ્તરણમાં અલ્પેશ ઠાકોરને શ્રમ મંત્રાલય મળે એવી શક્યતા છે. આ ઉપરાંત આર. સી. ફળદુ, કુમાર કાનાણી અને કૌશિક પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકાય એવી શક્યતા છે. ગુજરાત બીજેપીના અધ્યક્ષ જિતુ વાઘાણીને પણ પ્રધાન બનાવાય એવી શક્યતા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના સ્થાને સ્પીકર રાજેન્દ્ર ત્ર‌િવેદીને મળે એવી શક્યતા છે, તો આર. સી. ફળદુને સ્પીકર બનાવાય એવી પણ ચર્ચા છે.

Alpesh Thakor Gujarat BJP Gujarat Congress