લ્યો બોલો: પતિ વિદેશ ન લઈ ગયો, તો પત્નીએ આપ્યા છૂટાછેડા

06 June, 2019 05:58 PM IST  |  અમદાવાદ

લ્યો બોલો: પતિ વિદેશ ન લઈ ગયો, તો પત્નીએ આપ્યા છૂટાછેડા

પતિ વિદેશ ન લઈ ગયો, તો પત્નીએ આપ્યા છૂટાછેડા

ગુજરાત અમદાવાદ શહેરમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વેપારી પતિ પોતાની સાથે વિદેશ નહીં લઈ જવાથી નારાજ 75 વર્ષીય પત્નીએ પોતાના પતિના ચરિત્ર પર શંકા જતાવી છે. વૃદ્ધાએ મહિલા હેલ્પલાઈન નંબર 181 પર ફોન કરીને પતિથી છૂટાછેડા લેવાની માંગ કરી છે. બાદ મહિલા પોલીસ કર્મચારીઓએ વૃદ્ધ દંપતિને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો. જોકે અંતમાં બન્નેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.

જાણકારી મુજબ અમદાવાદ શહેરની મીઠાખળીમાં રહેતા વેપારી દંપતિના લગ્નના 55 વર્ષ થઈ ગયા છે. એમના બાળકોના પણ બાળકો છે. થોડા દિવસ પહેલા પતિને બિઝનેસ માટે વિદેશ જવુ પડ્યું હતું. જેનાથી એમની 75 વર્ષીય પત્ની નારાજ થઈ ગઈ અને પતિના ચરિત્ર પર શંકા કરવા લાગી.

પત્નીએ મહિલા હેલ્પલાઈન 181 નંબર પર ફોન કરીને પતિની ફરિયાદ નોંધાવી અને એમના પતિ કાપડના વેપારી છે અને એમની ઑફિસમાં વધારે મહિલાઓ કામ કરે છે. તેઓ ક્યારે કામ માટે વિદેશ જાય છે અને મને સાથે લઈ જતા નથી. તે કોઈ બીજી મહિલા સાથે પણ વિદેશ જાય છે. મને છૂટાછેડા જોઈએ છે. મહિલા પોલીસ કર્મચારીઓએ વૃદ્ધાની વાત સાંભળીને પતિથી પણ વાતચીત કરી અને કહ્યું કે તેઓ કામ માટે વિદેશ જાય છે. કામમાં વ્યસ્તને કારણે પત્નીને વિદેશ લઈ જતા નથી. તેઓ ઝઘડાથી કંટાળી ગયા અને એમને પણ છૂટાછેડા જોઈએ છે.

આ પણ વાંચો : ફરી સરકારે બદલ્યો નિર્ણય, બીજી વખત નવરાત્રિ વેકેશન રદ

મહિલા પોલીસ કર્મચારીએ જણાવ્યું કે દંપતિને ઘણું સમજાવ્યું, પરંતુ બન્ને સમજવા તૈયાર નથી. વૃદ્ધાને બે બંગલો છે. એક બંગલો પત્નીને આપવા માટે તૈયાર છે અને દર મહિને ભરણપોષણ પણ આપવાની વાત સ્વીકાર્યા બાદ દંપતિ પોતાની ઈચ્છાથી અલગ થઈ ગયા.

ahmedabad gujarat