અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, કહ્યું- આદત બદલો અમદાવાદ બદલશે

30 April, 2019 02:03 PM IST  |  અમદાવાદ

અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, કહ્યું- આદત બદલો અમદાવાદ બદલશે

અમદાવાદ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ

અમદાવાદની સૌથી મોટી સમસ્યા એટલે કે ટ્રાફિકની સમસ્યા. જેની સામે લડવા માટે અમદાવાદ પોલીસ ફરી એકવાર એક્શનમાં આવી છે. શહેરના સારંગપુર વિસ્તારમાં રસ્તા પર પોલીસ કર્મચારીઓ ટ્રાફિક ડ્રાઈવ કરી.

સારંગપુર વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને સમજાવવામાં આવ્યા. અમદાવાદ પોલીસ ટ્રાફિક પોલીસ સાથે મળીને અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે. જેમાં લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તમારી આદતો બદલો તો અમદાવાદ બદલશે.

આ પણ વાંચોઃ રોકો અને ટોકોઃ લોકોને રસ્તા પર થૂંકતા રોકવા માટે AMCની પહેલ

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આડેધડ પાર્ક કરવામાં આવેલા વાહનોને ડિટેઈન પણ કરવામાં આવ્યા અને ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા. શહેરને સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે.

ahmedabad gujarat