કાંકરિયા દુર્ઘટનાના પાંચ મહિના પછી જૂની શરતોએ રાઇડ ફરી શરૂ થશે

12 November, 2019 09:00 AM IST  |  Ahmedabad

કાંકરિયા દુર્ઘટનાના પાંચ મહિના પછી જૂની શરતોએ રાઇડ ફરી શરૂ થશે

કાંકરિયા

કાંકરિયામાં બંધ કરાયેલી તમામ રાઇડ્‌સ ફરી શરૂ કરવા માટેની કવાયત શરૂ થઈ છે. મુખ્ય આકર્ષણ ગણાતી ટૉય ટ્રેન, બલૂન અને અન્ય તમામ રાઇડ શરૂ કરવા માટે આરઍન્ડબી વિભાગ, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગ અને પોલીસે રાઇડની ચકાસણી શરૂ કરી છે. ડિસ્કવરી દુર્ઘટનાના પાંચ મહિના પછી પણ સરકારે રાઇડ શરૂ કરવા માટે કોઈ નવી નીતિ ન ઘડી હોવાથી જૂની પદ્ધતિ અને શરતોએ જ રાઇડ ફરી શરૂ થશે એમ લાગે છે.

૧૪ જુલાઈએ કાંકરિયા આમ્રપાલી ઍમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ડિસ્કવરી રાઇડ તૂટી પડતાં બે વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં અને ૬ વ્યક્તિને ઈજા થઈ હતી. આ દુર્ઘટના પછી રાજ્ય સરકારે એક પરિપત્ર કરી રાજ્યભરની તમામ રાઇડને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રાઇડ વિશે નવેસરથી નીતિ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. દરમ્યાન પાંચ મહિના બાદ એ જૂના તમામ નિયમો સાથે આ રાઇડ ફરીથી શરૂ કરવા માટે આરઍન્ડબી અને પોલીસને લાઇસન્સ માટે અરજી કરી છે.

આ પણ વાંચો : ડેન્ગીના બોગસ રિપોર્ટની ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હલચલ

છેલ્લા કેટલાક દિવસથી આરઍન્ડબી કર્મચારીઓ તેમ જ પોલીસે રાઇડના સ્થળની મુલાકાત લઈને રાઇડની ચકાસણી કરી છે. એ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગના અધિકારીઓએ પણ રાઇડની ચકાસણી કરી છે.

ahmedabad gujarat