અમદાવાદના વિદ્યાર્થીએ કર્યું JEEમાં ગુજરાતભરમાં ટોપ

01 May, 2019 11:10 AM IST  |  અમદાવાદ

અમદાવાદના વિદ્યાર્થીએ કર્યું JEEમાં ગુજરાતભરમાં ટોપ

અમદાવાદનો પાર્વિક દવે બન્યો રાજ્યનો ટૉપર

પાર્વિક દવે નામના અમદાવાદના વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાં JEEમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જો કે આખા રાજ્યમાંથી કોઈ પણ ટોપ 25માં નતી આવ્યું. JEEના પરીણામો સોમવારે જાહેર થયા હતા.

જાન્યુઆરીમાં જ્યારે JEEની પરીક્ષાઓ લેવામાં આવી ક્યારે સુરતનો રાઘવ સોમાણી રાષ્ટ્રીય કક્ષાએ ટોપર હતો. જેમણે 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. જાન્યુઆરીમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા હતા. જેમાં અમદાવાદના 50 જેટલા વિદ્યાર્થીઓ હતા.

પાર્વિક દવેને 360માંથી 340 માર્ક સાથે 99.99 પર્સન્ટાઈલ આવ્યા છે. પાર્વિકે કહ્યું કે આ તેનો બીજો પ્રયાસ હતો અને તેમાં તે ગયા વખતે કરતા 24 માર્ક વધુ લાવ્યો અને રાજ્યમાં ટૉપર બન્યો. તેને IIT મુંબઈથી રોબોટિક એન્જિનિયરિંગ કરવું છે.

અમદાવાદના આ વિદ્યાર્થીનો દેશણાં 60મો ક્રમાંક છે. તે SSCમાં કેમ્બ્રિજ બોર્ડમાં પણ ટોપર રહી ચુક્યો છે. હાલ તે JEE એડવાન્સની તૈયારી કરી રહ્યો છે અને તેને આશા છે કે તે તેમાં પણ સારો દેખાવ કરશે.

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાપના દિવસઃઆજના દિવસે જ મુંબઈથી અલગ થયું હતું ગુજરાત, જાણો ઈતિહાસ

આ વર્ષે પહેલીવાર JEEમાં બે વાર પરીક્ષા આપવાની તક હતી. દેશભરમાંથી કુલ 6 લાખ 46 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ગુજરાતના 80, 000 જેટલા વિદ્યાર્થીઓ હતા.

ahmedabad gujarat