માતા-પિતાએ તરછોડેલી છ દિવસની બાળકીનું હૉસ્પિટલમાં મોત

01 April, 2019 05:11 PM IST  |  અમદાવાદ

માતા-પિતાએ તરછોડેલી છ દિવસની બાળકીનું હૉસ્પિટલમાં મોત

અમદાવાદમાં માતા-પિતાએ ત્યજી દીધેલી 6 દિવસની બાળકીનું મોત

અસારવામાં આવેલી સિવિલ હૉસ્પિટલના 23 વર્ષિય ડૉક્ટર કેશા નાયક, ત્યારે આંચકો ખાઈ ગયા જ્યારે તેને ખબર પડી કે તે જેની સારવાર કરી રહ્યા હતા તે 6 દિવસની નવજાત બાળકીના માતા-પિતા તેને છોડીને ચાલ્યા ગયા છે. શુક્રવારે આ બાળકીને શ્વાસની તકલીફ સાથે હૉસ્પિટલમાં દાખલ કવામાં આવી હતી. જ્યારે ડૉક્ટરે તેને ચેક કરી ત્યારે તે મૃત્યુ પામી હતી.

હૉસ્પિટલના સત્તાવાળાઓએ IPCના સેક્શન 317 અને સેક્શન 314 અંતર્ગત બાળકને તરછોડીને જવાની ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા એક મહિનામાં, અમદાવાદમાં પાંચમો એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં નવજાત બાળકને ત્યજી દેવામાં આવ્યું હોય અથવા શહેરના નિર્જન વિસ્તારમાંથી બાળક મળી આવે.

દાણીલીમડાના રામ રહિમ ટેકરા પાસે પણ એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને સીસીટીવીના આધારે અપરાધીની શોધખોળ કરી રહ્યા છે.

ઘટના પર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા શાહીબાદ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ કે પટેલ કહે છે કે, "નવજાત શિશુની સારવાર ડૉક્ટર નાયક કરી રહ્યા હતા. આ બાળકીનેસતેના માતા પિતા- કાંતિ મીણા અને જ્યોતિ મીણા જેઓ ડુંગરપુરના છે તે લાવ્યા હતા. સમય પહેલા જ જન્મેલી બાળકીના કેસમાં ઘણા કોમ્પ્લિકેશન્સ હતા. શનિવારે સવારે ડૉક્ટર નાયક રૂટિન ચેક-અપ માટે નીકળ્યા ક્યારે ખબર પડી કે તેના માતા-પિતા ગાયબ છે. તેમણે સ્ટાફ અને વૉર્ડને જાણકારી આપી પરંતુ તેઓ પણ તેના માતા-પિતાની કોઈ જાણકારી ન મળી. જે બાદ હૉસ્પિટલના ઑથોરિટીએ શાહીબાદ પોલીસને જાણ કરી અને માતા પિતા સામે ફરિયાદ દાખલ કરી."

પોલીસ સીસીટીવીના આધારે બાળકીના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ તેમની પાસે ડુંગરપુરનું સરનામું છે જ્યાં એક ટીમને તેમની ધરપકડ કરવા માટે મોકલી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદની શાળાએ વાલીઓને કહ્યું, વધુ ફી ચુકવવા રહો તૈયાર

છેલ્લા એક મહિનામાં પાંચ નવજાત બાળકોને ત્યજી દેવામાં આવ્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે હજુ સુધી પોલીસ આવી રીતે બાળકને ત્યજી દેનાર એક પણ આરોપીને નથી શોધી શકી.

ahmedabad gujarat