આ છે અમદાવાદ પોલીસની પાઠશાળા, મસ્તીની સાથે આપે છે જ્ઞાન

20 May, 2019 02:26 PM IST  |  અમદાવાદ

આ છે અમદાવાદ પોલીસની પાઠશાળા, મસ્તીની સાથે આપે છે જ્ઞાન

આ છે અમદાવાદ પોલીસની પાઠશાળા

'પોલીસની પાઠશાળા'..સાંભળામાં થોડું અલગ લાગે પરંતુ આ દ્રશ્યો અમદાવાદના છે. જ્યાં પોલીસ કર્મચારીઓએ ઉપાડી છે બાળકોને ભણાવવાની જવાબદારી. એજ્યુકેશન ફોર ઑલના સંકલ્પ સાથે અમદાવાદ પોલીસ આ ઉમદા કાર્ય કરી રહી છે.


તાજેતરમાં  બાળકો માટે ફન વિથ કમ્પ્યુટર્સ મોડ્યુલ રાખવામાં આવ્યું હતું. જે વિક્રમ એ સારાભાઈ કમ્યુનિટી સેંટરે આયોજિત કર્યું હતું. જ્યાં બાળકોને કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન આપવામાં આવ્યું. તેના અલગ અલગ ફંકશન્સ શીખવવામાં આવ્યા.

અમદાવાદ પોલીસે આ નેક કાર્યમાં સહભાગી થવા માટે જનતાને પણ આમંત્રણ આપ્યું છે. બાળકોને ભણાવવા માટે તમે અમદાવાદ પોલીસને ટ્વિટ્ટર અકાઉન્ટ પર ટ્વીટ કરી શકો છો અથવા પકવાન ટ્રાફિક પોલીસને સંપર્ક સાધી શકો છે.

અમદાવાદ પોલીસે તેની પહેલના કારણે જાણીતી છે. શહેરજનોની સુરક્ષા કરવા અને શહેરમાં શાંતિ જાળવવાની સાથે સાથે તેઓ સેવા પણ કરે છે. અને તેમના સેવા, શાંતિ, સુરક્ષાના સૂત્રને ખરી રીતે સાર્થક કરે છે.

આ પણ વાંચોઃ હવે અમદાવાદ પર ખાસ ટીમ રાખશે નજર, કાયદો તોડ્યો તો તાત્કાલિક થશે દંડ

ahmedabad gujarat