જાહેરમાં કરશો ગંદકી તો થશે દંડ, અમદાવાદ પોલીસ કરશે એપ્લિકેશન લોન્ચ

07 May, 2019 02:27 PM IST  | 

જાહેરમાં કરશો ગંદકી તો થશે દંડ, અમદાવાદ પોલીસ કરશે એપ્લિકેશન લોન્ચ

પ્રતીકાત્મક તસવીર

જો તમે તમારા શહેર અમદાવાદને સ્વચ્છ રાખવા માગો છો તો થઈ જાઓ તૈયાર. તમારી જાગૃતતા હવે અમદાવાદને રાખશે સ્વચ્છ જેની માટે માત્ર તમારા ફોનની જરુર પડશે. તમારી એક ફરીયાદ પાન-મસાલા ખાઈને રસ્તે પિચકારી મારવાની લોકોની આદત તેમને મોંઘી પડશે.જે લોકોને રસ્તાઓ પર કચરા ફેકવાની આદત હોય અને જ્યા ત્યા પાનની પિચકારીઓ મારીને રસ્તાઓ લાલ કરવાની આદત હોય તે હવે સાવચેત થઈ જજો.

રસ્તા પર થુંકવા કે કચરો ફેકવા પર થશે કાર્યવાહી

અમદાવાદ શહેરના રસ્તાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે પરંતુ આ કેમેરા માત્ર મુખ્ય રસ્તાઓ પર જ છે જેના કારણે અમદાવાદ પોલીસ એક એપ્લિકેશન લઈને આવી રહી છે. આ એપ્લિકેશન દ્વારા શહેરના નાગરીકો જે લોકો રસ્તે થૂંકતા કે કચરો ફેકતા દેખાય તેમનો ફોટો ક્લિક કરી મોકલી શકે છે. જો આ તસવીર સાચી હશે તો પોલીસ જે-તે વ્યક્તિ સામે કાર્યવાહી કરશે. આ એપ્લિકેશન વિશે માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે જેના કારણે શહેરીજનો રસ્તા પર થૂંકતા કે કચકો નાખતા દેખાય તેવા લોકોની માહિતી અમારા સુધી પહોંચાડી શકાય.’

આ પણ વાંચો: ગીરના સાવજોની ગર્જના હવે UPમાં સાંભળવા મળશે, સ્થળાંતરને મળી મંજૂરી

રસ્તા પર પાનની પિચકારી મારતા લોકોને મેમો મળવાના શરૂ થઇ ગયા છે

હમણાં જ થોડા સમય પહેલા અમદાવાદમાં એક વ્યક્તિને પાન-મસાલા ખાઈને રસ્તે થૂંકવા બદલ મેમો આપવામાં આવ્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે હવે આ બાબત સામાન્ય થઈ જશે. જો તમે પાન-મસાલા ખાતા ઝડપાશો તો તમને દંડ ફટકારવામાં આવશે.

ahmedabad