પોલીસનો વીડિયો ઉતાર્યો, તો થઈ ગયો જેલ હવાલે

31 July, 2019 10:16 AM IST  |  અમદાવાદ

પોલીસનો વીડિયો ઉતાર્યો, તો થઈ ગયો જેલ હવાલે

અમદાવાદમાં પોલીસે એક વ્યક્તિની પોલીસનો વીડિયો ઉતારવા બદલ ધરપકડ કરી છે. આ ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારની છે. જ્યાં એક વ્યક્તિ પોતાના ભાડા કરારના વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, અને પોલીસ સાથેની વાતચીતનો વીડિયો ઉતાર્યો. આ મામલે પોલીસે વીડિયો ઉતારનાર વ્યક્તિનો મોબાઈલ જપ્ત કરીને તેની સામે ફરિયાદ નોંધી છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે પોલીસે ઘોડાસરના નરેન્દ્ર ત્રિવેદી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે પુરાવાને છંછેડવા બદલ અને કોઈ જ કારણ સર પોલીસ સ્ટેશનમાં ઘૂસવા બદલ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત નરેન્દ્ર ત્રિવેદી સામે પોલીસે ઓડિયો ક્લિપ રેકોર્ડ કરીને પોતાના પુત્રને મોકલવા બદલ ઈન્ફોર્મેશન ટેક્નોલજોી એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધી છે. પોલીસે નરેન્દ્ર ત્રિવેદી સામે IPCની કલમ 192, ગુજરાત પોલીસ એક્ટની કલમ 12 અને આઈટીએક્ટની કલમ 72 એ અંતર્ગત ગુનો નોંધ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે નરેન્દ્ર ત્રિવેદી સોમવારે સવારે પોતાના રેન્ટ એગ્રીમેન્ટનું વેરિફિકેશન કરાવવા માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જો કે તેમનું ઘર તેમના પત્ની કલ્પનાબહેનના નામે હોવાથી અને ભાડુઆત મેઘા શાહ સુરતના હોવાથી પીએસઓએ તેમની હાજરી વેરિફિકેશન માટે જરૂરી ગણાવી. આ મામલે નરેન્દ્ર ત્રિવેદી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ. જે બાદ નરેન્દ્ર ત્રિવેદીએ પોતાના મોબાઈલથી રેકોર્ડિંગ કરવાની શરૂઆત કરી. પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓને રેકોર્ડિંગ અંગે જાણ થતા તેમણે નરેન્દ્ર ત્રિવેદીનો મોબાઈલ ચેક કર્યો, જેમાંથી તેમણે આ ઓડિયો ક્લિપ પોતાના પુત્રને મોકલી હોવાનો ખુલાસો થયો.

આ પણ વાંચોઃ Mahek Bhatt:'સાવજ-એક પ્રેમ ગર્જના'ની 'તોરલ'નો જુઓ રિયલ લાઈફ અવતાર

આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીએસઓ સરતુભાઈ જતારિયાએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત પોલીસે નરેન્દ્ર ત્રિવેદીનો મોબોઈલ જપ્ત કર્યો છે.

Crime News ahmedabad gujarat news