અમદાવાદમાં 5 ફૂટથી ઉંચી PoPની ગણેશ મૂર્તિ પર પ્રતિબંધ

25 August, 2019 05:55 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં 5 ફૂટથી ઉંચી PoPની ગણેશ મૂર્તિ પર પ્રતિબંધ

5 ફૂટથી ઉંચી મૂર્તિ પર પ્રતિબંધ

ગણેશોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ગણેશની મૂર્તિ માટે બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યા છે. ઠેર ઠેર ભગવાન ગણેશની મૂર્તિઓ તૈયાર થઈ ચૂકી છે. નાનાથી લઈને મોટી તમામ પ્રકારરની મૂર્તિઓ તૈયાર થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામુ ગણેશ વિસર્જન અંગે છે.

અમદાવાદ પોલીસે જાહેરનામુ બહાર પાડીને પાંચ ફૂટથી ઉંચી PoPની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદ પોલીસના જાહેરનામા પ્રમાણે પોલીસે ભક્તોને ફક્ત માટીની મૂર્તિનું સ્થાપન કરવા સૂચના આપી છે. માટીની મૂર્તિ પણ 9 ફૂટથી ઉંચી ન હોવાની સૂચના આપવામાં આવી છે. આ જાહેરનામાંથી ગણેશજીની મૂર્તિનાં સર્જકારોમાં અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને મૂર્તિકારો મુંઝવણમાં છે, કારણ કે મૂર્તિઓ તૈયાર થઈ ચૂકી છે. ત્યારે મૂર્તિકારો કહી રહ્યા છે કે છેલ્લી ઘડીએ જાહેરનામું બહાર કેમ પડાયું છે. હવે તૈયાર થયેલી મૂર્તિઓ જો નહીં વેચાય તો તેમના ગુજરાતનનું શું ?તો બીજી તરફ શહેર પોલીસ દ્વારા જાહેરનામું આપવા પાછળનું કારણ એ છે કે, પીઓપી મુર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળતી નથી. તેમજ પીઓપીની મુર્તિ બનાવવામાં કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ થાય છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. એટલે લગભગ દર વર્ષે આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. ત્યારે વધુ એક વખત જાહેરનામુ બહાર પડવામાં આવ્યુ છે. પણ જે પ્રકારે માર્કેટમાં પીઓપીની 9 ફૂટ ઉંચી મૂર્તિઓ તૈયાર થઇ ગઇ છે અને તે વેચાઇ રહી છે તે જોઇને લાગે છે કે દર વખતની જેમ ચાલુ વર્ષે પણ જાહેરનામાનો ભંગ થતો જોવા મળશે

આ પહેલી વખત નથી આ પહેલાં પણ ઘણી વખત પીઓપીની મુર્તિનો ઉપયોગ ન કરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવી ચુક્યું છે એટલું જ નહીં આ મુદો પણ કોર્ટમા ચાલી રહ્યો છે.

ahmedabad gujarat ganesh chaturthi