અમદાવાદઃ એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનમાંથી ચોરી કરનાર ઝડપાયો

20 April, 2019 06:53 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનમાંથી ચોરી કરનાર ઝડપાયો

અમદાવાદ મેટ્રોના સ્ટેશનમાં ચોરી

હજુ તો અમદાવાદમાં મેટ્રોના એક જ ફેઝની શરૂઆત થઈ છે ત્યાં તો મેટ્રો સ્ટેશનમાંથી ચોરીની ઘટના સામે આવી. શહેરના એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનમાંથી પાંચ કમ્પ્યુટર ચોરી કરવામાં આવ્યા હતા. જેનો આરોપી ઝડપાઈ ગયો છે. 14 એપ્રિલે આ ઘટના બની હતી. જેમની ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ટ્રેનની અડફેટે વટવાના કોન્સ્ટેબલનું મોત

ચોરીના મામલો પોલીસે તપાસ બાદ ગોમતીપુરના એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપીએ આર્થિક તંગીના કારણે આ કમ્પ્યુટરની ચોરી કરી હતી. તે મેટ્રો સ્ટેશનની બારીમાંથી પ્રવેશ્યો અને ચોરી કરી હતી. આરોપને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી લીધો અને તમામ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

ahmedabad gujarat