આ દ્રશ્યો જોઈનો તમે પાણી-પુરી ખાવાનું બંધ કરી દેશો

25 June, 2019 12:06 PM IST  |  અમદાવાદ

આ દ્રશ્યો જોઈનો તમે પાણી-પુરી ખાવાનું બંધ કરી દેશો

આ દ્રશ્યો જોઈનો તમે પાણી-પુરી ખાવાનું બંધ કરી દેશો

નારણપુરા વિસ્તારમાં પાણીપુરી ગંદા કમોડ પાસે સ્ટોર કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ થતા અમદાવાદ મહાનગરપાલિકાએ કાર્રવાઈ કરી છે. નારણપુરા વિસ્તારની અર્જુન ગ્રીન્સ સોસાયટીના રહીશોની પાણીપુરી વાળા સાથે ત્યારે માથાકુટ થઈ ગઈ જ્યારે તેમની સામે આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા.

સોસાયટીની બહાર પાણીપુરીની દુકાન ધરાવતા રાજુ સાથે સોસાયટીના લોકોની પાર્કિંગ અને સ્વચ્છતાના મુદ્દે વારંવાર માથાકૂટ થતી હતી. આ મામલે સોસાયટીના રહીશો જ્યારે રવિવારે વાત કરવા માટે પાણીપુરી વાળા પાસે ગયા ત્યારે તેમણે જોયું કે કમોડની પાસે પાણીપુરી સ્ટોર કરવામાં આવતી હતી. આ દ્રશ્યો જોતા જ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા અને દુકાનમાં તોડફોડ કરી હતી.


ઘટના પર સંજ્ઞાન લેતા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ મામલે પાણીપુરીની દુકાનના માલિકે કહ્યું કે, "હું ઈજાના કારણે શહેરમાંથી બહાર હતો. મને જાણ કરવામાં આવી કે મારી દુકાનમાં સ્થાનિકો ઘુસી આવ્યા હતા અને મારી દુકાનમાં તોડફોડ કરી. હું અમદાવાદ પહોંચું પછી જ આ મામલે કાંઈક બોલી શકીશ. સ્વચ્છતાની વાત છે તો હું હંમેશા તે જાળવું છું."

ભાવિન જોશી, અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ વીડિયો વાયરલ થયા ત્યારે પગલા લેનાર અધિકારી હતા. તેમણે કહ્યું કે, "દુકાનનો માલિક અહીં નથી. અમે તેને નોટિસ આપી છે. તે શહેરમાં પાછો આવશે ત્યારે અમે કપાસ કરીશું."

આ પણ વાંચોઃ અસલામત અમદાવાદઃ સોલામાં નર્સની 4 લોકોએ કરી છેડતી

સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે પાણીપુરીવાળાના કારણે ત્યાં ખૂબ જ મચ્છર થાય છે. પાણીપુરીવાળાએ ફૂટપાથ પર પણ ખૂમચો ઉભો કરી દીધો છે. AMCને અનેક ફરિયાદ કરવા છતા તેનું નિરાકરણ નથી આવ્યું. અને તેઓ જ્યારે તેની દુકાને ગયા ત્યારે આવી રીતે પાણીપુરી રાખવામાં આવતી જોઈ તેઓ રોષમાં આવ્યા હતા.

ahmedabad gujarat