અમદાવાદ કિડની હૉસ્પિટલના સ્થાપક પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદીનું અવસાન

02 October, 2019 04:19 PM IST  |  અમદાવાદ

અમદાવાદ કિડની હૉસ્પિટલના સ્થાપક પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદીનું અવસાન

પદ્મશ્રી સન્માન સ્વીકારતા એચ. એલ. ત્રિવેદી(ફાઈલ તસવીર)

અમદાવાદના જાણીતા નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉક્ટર એચ. એલ. ત્રિવેદીનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. બપોરે અઢી વાગ્યા આસપાસ તેમનું અવસાન થયું. તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુના પ્રાંગણમાં સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.

એચ. એલ. ત્રિવેદીનું આખું નામ ડૉ.હરગોવિંદદાસ લક્ષ્મીદાસ ત્રિવેદી હતું. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની હતા. શરૂઆતમાં તેણે બી.જે. મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઈને વસી ગયા હતા.પરંતુ તેમને ત્યાંથી વતનની યાદ આવી અને તેઓ ફરી દેશ પરત ફર્યા. જે બાદ તેમણે અમદાવાદ આવી સિવિલ હૉસ્પિટલમાં કિડની હૉસ્પિટલની શરૂઆત કરી હતી.

ahmedabad gujarat