અમદાવાદના 1, 000 તબીબો રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા

17 June, 2019 12:03 PM IST  |  અમદાવાદ

અમદાવાદના 1, 000 તબીબો રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયા

તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાલ

ઈન્ડિયન મેડિકલ એસોસિયશે આજે તબીબો પર થતા હુમલાના વિરોધમાં રાષ્ટ્રવ્પાપી હડતાલની જાહેરાત કરી છે. માત્ર ઈમરજન્સી સેવાઓ જ આજે ચાલુ છે. આ હડતાલમાં અમદાવાદના તબીબો પણ જોડાયા છે. સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધી આ હડતાલ ચાલુ રહેશે. સોલા સિવિલ હૉસ્પિટલના પણ 500 ડૉક્ટર્સ પણ સ્ટ્રાઈકમાં જોડાયા છે.

IMAના ગુજરાત સ્ટેટ બ્રાંચના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે, "હડતાલ બોલાવવામાં આવી છે, જેના ભાગરૂપે જનરલ હૉસ્પિટલ અને ખાનગી હૉસ્પિટલમાં સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી હડતાલ પાડવામાં આવશે. માત્ર ઈમરજન્સી અને કેઝ્યુઅલ્ટી વૉર્ડ કાર્યરત રહેશે. બાકીની સેવાઓ બંધ રહેશે."

આયુષના ડૉક્ટરોએ પણ કર્યું સમર્થન
એલોપેથિક ડૉક્ટરની હડતાલને આયુષ ડૉક્ટર્સનું પણ સમર્થન મળ્યું છે. ઈંટિગ્રેટેડ મેડિકલ એસોસિયેશનના મહાસચિવ ડૉ. આરપી પારાસરે કહ્યું કે દર્દીઓનો ઈલાજ કરનારા ડૉક્ટરોની સુરક્ષા કરવી જરૂરી છે. એટલે આયુષના ડૉક્ટર પણ તેમાં ભાગ લેશે.

આ છે ડૉક્ટર્સની માંગણીઓ
-પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર્સ પર રાજનીતિથી પ્રેરિત હુમલા રોકવામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે.
-દેશભરની હૉસ્પિટલ્સમાં એક સમાન સુરક્ષા કોડ લાગૂ કરવામાં આવે.
-હૉસ્પિટલમાં સુરક્ષા ગાર્ડ વધારવામાં આવે, બંદૂકધારી ગાર્ડ તહેનાત કરવામાં આવે.
-તમામ હૉસ્પિટલોમાં સીસીટીવીની સુવિધા હોય, ખાસ કરીને ઈમરજન્સીમાં.
-સુરક્ષાની નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ સોમવારે ડૉક્ટર્સની રાષ્ટ્રવ્યાપી હડતાળ, માત્ર IPD રહેશે ચાલુ

શું છે પુરો મામલો?
મહત્વનું છે કે કોલકાતા NRS હૉસ્પિટલમાં સોમવારે એક દર્દીના મોત બાદ તેના સંબંધીઓએ ડૉક્ટર સાથે મારપીટ કરી હતી. જેમાં કેટલાક ડૉક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ ડૉક્ટર હડતાલ પર ચાલ્યા ગયા હતા.

ahmedabad west bengal delhi gujarat