02 March, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના (Ahmedabad News) બની છે. એક મહિલા કે જેની 13 વર્ષ પછી એક છોકરા જોડે સગાઈ થઈ હતી. એ જ યુવક પર આ મહિલાએ ૧૩ વર્ષ બાદ હુમલો કર્યો હતો. વાત એમ છે કે આ મહિલાની સગાઈ 13 વર્ષ આ યુવક જોડે થયા બાદ કોઈ કારણોસર તૂટી ગઈ હતી. આ જ વાતને આ મહિલાને સતત ખૂંચ્યા કરતી હતી. તેના મનમાં પેલા યુવક પ્રત્યે દ્વેષભાવ હતો. હવે આ મહિલાએ તું મારી સાથે વાત કેમ નથી કરી રહ્યો? અને તે મારો નંબર કેમ બ્લોક કર્યો છે? આવું કહીને આ મહિલાએ છરી કાઢી હતી અને આ યુવકના છાતી, પેટ અને પીઠ પર ત્રણથી વધુ ઘા કર્યા હતા. આ ઘટના બનતા જ તક લઈ યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ક્યારે બની હતી આ ઘટના?
તમને જણાવી દઈએ કે આ ઘટના 25 ફેબ્રુઆરીની સવારે બની હોવાના (Ahmedabad News) અહેવાલ છે. જય નામનો એક યુવાન પોતાના ટૂ-વ્હીલર પર કશેક બહાર જઈ રહ્યો હતો. તે જ સમયે, રિંકી નામની મહિલા કે જેની સાથે જયની ૧૩ વર્ષ પહેલા સગાઈ થઈને તૂટી ગઈ હતી. જય પોતાના વાહન પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક રિંકી આવી અને પોતાની કારથી ટક્કર મારવા લાગી હતી. યુવકે વાહન ઊભું રાખવું પડ્યું. અને પછી તો ગુસ્સે ભરાયેલી રિંકી યુવકને પૂછવા લાગી કે તે મારી સાથે કેમ કરવાની કેમ બંધ કરી નાખી છે? વળી, તે મારો નંબર કેમ બ્લોક કર્યો છે? આટલું પૂછ્યા બાદ મહિલાએ ચાકુ જેવુ ધારદાર શસ્ત્ર કાઢ્યું હતું અને જય પર હુમલો કર્યો હતો.
છરીના ઘાને કારણે ઘાયલ થયેલો જય તો માંડ માંડ પોતાનો જીવ બચાવતો ત્યાંથી ભાગી ગયો હતો. (Ahmedabad News) ત્યારબાદ તેણે પોલીસમાં આ સમગ્ર ઘટના બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જય અમદાવાદના શેલા વિસ્તારમાં રહે છે. 13 વર્ષ પહેલા રિંકી સાથે તેની સગાઈ કરવામાં આવી હતી જોકે, થોડાક જ સમયમાં પારિવારિક વિવાદને કારણે આ સગાઈ તૂટી ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2016માં જય બીજી છોકરી સાથે પરણી ગયો હતો. અને રિંકી પણ કોઈ અન્ય યુવકને પરણી ગઈ હતી.
ગયા વર્ષની વાત છે કે રિંકીએ અચાનક જયને ફોન કરીને વાતચીત કરવાની શરૂ કરી હતી. જોકે, જય કોઈ રસ ધરાવતો નહોતો. (Ahmedabad News) પરંતુ રિંકી તેને ફોન કરતી રહી. થોડા સમય બાદ તેણે જ જયને કહ્યું કે તેના પતિને તેમના ફોન કોલ્સ વિશે ખબર પડી છે. ત્યારબાદ જયે તેનો નંબર જ બ્લોક કર્યો અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. નંબર બ્લોક થવાથી ગુસ્સે થયેલી રિંકીએ 25 ફેબ્રુઆરીની સવારે જય પર હુમલો કર્યો હતો.