પ્રોપર્ટી ટેક્સ ન ભરતા ગુજરાતમાં BSNLની ઑફિસ પર લાગ્યા તાળા

27 March, 2019 07:04 PM IST  |  અમદાવાદ

પ્રોપર્ટી ટેક્સ ન ભરતા ગુજરાતમાં BSNLની ઑફિસ પર લાગ્યા તાળા

અમદાવાદમાં BSNLની ઑફિસ થઈ સીલ

પ્રોપર્ટી ટેક્સ ન ભરવાના કારણે ગુજરાત બીએસએનએલની ઑફિસ પર તાળા લગાવી દેવામાં આવ્યા છે. હાનગરપાલિકાએ ઑફિસ સીલ કરવાની સાથે તેની સાથે છેડછાડ કરવા પર કાયદાકીય કાર્રવાઈની ચેતવણી આપી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર વિજય નહેરાએ કહ્યું કે BSNLનો ત્રણ કરોડનો પ્રોપર્ટી ટેક્સ બારી છે. આ કારણે અધિકારીઓએ BSNLની નવરંગપુરામાં આવેલી ચીફ જનરલ મેનેજર ઑફિસ ટેલિફોન ભવનને તાળું મારી દીધું છે. એ સિવાય નારણપુરા ટેલિફોન એક્સચેન્જ, ગુલબાઈ ટેકરા ટેલિફોન એક્સચેન્જ અને વસ્ત્રાપુર ટેલિફોન એક્સચેન્જની ઑફિસની સીલ કરી દીધી છે. મનપાના અધિકારીઓનું કહેવું છે કે ઑફિસ સીલ કરવાની સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ BSNL આ 10 રાજ્યોમાં શરૂ કરશે 4G સર્વિસ, સિમ અપડેટ કરવા પર મળશે 2GB ફ્રી ડેટા

મહત્વનું છે કે અમદાવ મહાનગરપાલિકા પ્રોપર્ટી ટેક્સ ન ભરતી કંપનીઓ અને એકમો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જ BSNL સામે કાર્રવાઈ કરવામાં આવી છે.

bsnl ahmedabad gujarat