ઝોમૅટોમાંથી મંગાવેલા બે પીત્ઝા ગ્રાહકને 60 હજારમાં પડ્યા!

09 October, 2019 07:35 AM IST  |  અમદાવાદ

ઝોમૅટોમાંથી મંગાવેલા બે પીત્ઝા ગ્રાહકને 60 હજારમાં પડ્યા!

ઝોમૅટો

અમદાવાદના થલતેજના સુરધારા બંગલોઝમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરાં ધરાવતા એક માણસે ૬ દિવસ પહેલા ઝોમૅટોમાંથી બે પીત્ઝા મંગાવ્યા હતા. જોકે થોડા સમય પછી પીત્ઝા ખરાબ આવેલા હોવાનો અહેસાસ થતાં તેમણે ઝોમૅટો હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. પરંતુ અચાનક અજાણ્યા માણસનો સામેથી કૉલ આવ્યો હતો અને તેણે ઝોમૅટોમાંથી બોલું છું કહીને વાતો કરી હતી. આ ઘટનામાં ભોગ બનેલી વ્યક્તિએ હેલ્પલાઇનમાંથી બોલતા હોવાનું માની રીફન્ડ માગતાં એક લિન્ક મોકલી આપું છું એમાં વિગત ભરી મેસેજ કરો એમ કહેતાં તેમણે વિગત મેસેજ કરી હતી, એથી તાત્કાલિક ૫૦૦૦ ઉપડી ગયા હતા.

ત્યાર બાદ બે દિવસ પહેલાં અજાણી વ્યક્તિએ ફોન કરીને તમારા ડેબિટ થયેલા પાછા મેળવવા માટે હું તમને એક મેસેજ મોકલું એ ત્રણ વખત મને મોકલો તેમ કહ્યું હતું. ત્રણ વખત મેસેજ મોકલતાં ૬ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૬૦,૮૮૫ ઊપડી ગયા હતા.

આ પણ વાંચો : ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરે: સીએમ વિજય રૂપાણી

આ ઘટનામાં ભોગ બનનાર યુવકને કંઈ સમજાતું નહોતું તેની સાથે શું થઈ રહ્યું છે. તે ભોળપણમાં આવીને તેણે સામેવાળી વ્યક્તિના કહ્યા પ્રમાણે કરતાં તેને છેતરાયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યાર બાદ તેણે વસ્ત્રાપુર પોલીસમાં જઈને પોતાની સાથે બનેલી ઘટના વિશે જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ahmedabad gujarat