હવે લર્નિંગ લાઇસન્સ માટે આરટીઓ નહીં, પણ આઇટીઆઇમાં જવું પડશે

11 October, 2019 09:56 AM IST  |  અમદાવાદ

હવે લર્નિંગ લાઇસન્સ માટે આરટીઓ નહીં, પણ આઇટીઆઇમાં જવું પડશે

અમદાવાદ RTO

લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે હવે આરટીઓ સુધી લાંબા નહીં થવુ પડે, કારણ કે લર્નિંગ લાઇસન્સ કાઢી આપવાની કામગીરી ટૂંક સમયમાં આઇટીઆઇમાં કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે લાઇસન્સ દીઠ આઇટીઆઇને ૧૦૦ રૂપિયાનું મહેનતાણું આપશે. ૧૧ ઑક્ટોબરના આઇટીઆઇના આચાર્ય અને ઇન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવશે. તાલુકા કક્ષાએ આઇટીઆઇ દ્વારા લર્નિંગ લાઇસન્સ આપવાની વ્યવસ્થા આરટીઓ દ્વારા કરવામાં આવશે.

રાજ્ય સરકારની આ જાહેરાત સાથે જ હવે આઇટીઆઇમાં લર્નિંગ લાઇસન્સની કામગીરી થશે. તેમ જ આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી નહીં થાય. હાલના તબક્કે તો આરટીઓમાં આ કામગીરી ચાલુ છે, પણ સપ્તાહ બાદ લર્નિંગ લાઇસન્સ કઢાવવાની કામગીરી બંધ થાય એવી શક્યતા છે.

આ પણ વાંચો : ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા: વૃષ્ટિ અને શિવમને ઉત્તર ભારતમાંથી શોધી કાઢ્યાં

રાજ્યની દરેક આરટીઓ ઑફિસમાં બારેમાસ લોકોની ભીડ ઊમટેલી હોય છે. અનેક લોકોનાં કામ ખોરંભે ચડેલાં હોય છે ત્યારે આરટીઓ પરથી કામનું ભારણ હળવું થાય એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હવે લર્નિંગ લાઇસન્સ માટે આઇટીઆઇમાં જવું પડશે.

ahmedabad gujarat