હાર્દિક પટેલની પત્નીનો રોષ:‘મારો પતિ સિંહ છે, જેલથી ડરતો નથી’

05 February, 2020 07:44 AM IST  |  Ahmedabad

હાર્દિક પટેલની પત્નીનો રોષ:‘મારો પતિ સિંહ છે, જેલથી ડરતો નથી’

હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના આગેવાન અને કૉન્ગ્રેસના નેતા હાર્દિક પટેલની સતત અલગ-અલગ કેસમાં ધરપકડનો સિલસિલો ચાલુ રહેતાં અકળાયેલી હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે ટ્વિટર દ્વારા સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે. એમાં તેણે હાર્દિક પટેલને સિંહ ગણાવ્યો છે અને બીજેપી સરકાર પર આરોપો મૂક્યા છે. કિંજલ પટેલે ટ્વીટ કર્યું છે કે સિંહ છે તે, તે કોઈ ધરપકડથી કે જેલથી ડરતો નથી અને આજે કેદ છે; કારણ કે તેની ત્રાડથી રાજનીતિ ડરેલી છે.

એક બીજા ટ્વીટમાં કિંજલ પટેલ લખે છે, ગુજરાતમાં હાર્દિક કૉન્ગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યો હોવાથી બીજેપી સરકાર હાર્દિક પર ખોટા કેસ કરી રહી છે અને વારંવાર તેની ધરપકડ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં બીજેપીને માત્ર હાર્દિકથી તકલીફ છે.

આ પણ વાંચો : શહેરમાં કલમ 144 લાગુ ન હોય તો કોઈ પણ મંજૂરી વિના સભા કે સરઘસ કાઢી શકાય

વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતાં હાર્દિક પટેલ સામે ઍડિશનલ સેશન્સ જજ બી. જે. ગણાત્રાએ ધરપકડ વૉરન્ટ કાઢ્યું હતું. ત્યાર બાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતાં જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતાં માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતાં જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ ૨૦૧૭માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

gujarat hardik patel ahmedabad