અમદાવાદઃ અખાત્રીજે સોનાના સારા વેચાણની ઝવેરીઓને આશા

02 May, 2019 12:25 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ અખાત્રીજે સોનાના સારા વેચાણની ઝવેરીઓને આશા

અખાત્રીજે સોનાના સારા વેચાણની આશા

સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જો કે તેમ છતાં અમદાવાદના ઝવેરીઓને આશે છે કે અખાત્રીજના દિવસે સોનાનું સારું વેચાણ થશે. અખાત્રીજનો દિવસ સોનાની ખરીદી માટે શુભ ગણવામાં આવે છે. જેના માટે અત્યારથી જ ઝવેરીઓ સોનાનો સંગ્રહ કરવા લાગ્યા છે. એપ્રિલ મહિનામાં સોનાની આયાતમાં વધારો થયો છે.

અખાત્રીજની વેપારીઓને રાહ
સોનાના વેપારીઓ અખાત્રીજની રાહ જોઈ રહ્યા છે અને તેની તૈયારી પણ કરી લીધી છે. અક્ષય તૃતિયાના દિવસે બમ્પર ખરીદી થાય છે. જેને લઈને વેપારીઓએ એપ્રિલ મહિનામાં જ્યારે સોનાના ભાવ ઘટ્યા ત્યારે સોનીઓએ મોટા પ્રમાણમાં સોનું ખરીદી લીધું હતું.

ગયા વર્ષ કરતા વધ્યા ભાવ
ગયા વર્ષે અખાત્રીજે ગુજરાતમાં 200 કિલો સોનું વેચાયું હતું. એ સમયે સોનાની કિંમત 10 ગ્રામના 32, 350 રૂપિયા હતી. જ્યારે બુધવારે સોનાની કિંમત 32, 800 રૂપિયા એક તોલાની છે.

આ પણ વાંચોઃ અમેરિકી ડૉલર બે વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ઘટાડો નોંધાયો

લગ્નસરાના કારણે વધશે ખરીદી
રાજ્યમાં સોનાની ખરીદીના ટ્રેન્ડની વાત કરીએ તો , આ વર્ષે લગ્નો વધારે હોવાના કારણે સોનાની ખરીદી વધી રહી છે. વૈશાખ મહિનામાં ઘણા બધા લગ્નો છે. જેથી સોની વેપારીઓને વેચાણ વધવાની આશા છે.

ahmedabad gujarat