રાજસ્થાન બીજેપી 6 ​એમએલએના ગુજરાતમાં ધામા, વધુ 6 આવે છે

09 August, 2020 04:41 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

રાજસ્થાન બીજેપી 6 ​એમએલએના ગુજરાતમાં ધામા, વધુ 6 આવે છે

બીજેપીનો ઝંડો

રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી રાજકારણ ગરમાયું છે અને સત્તા ટકાવી રાખવા માટે રાજકારણ શરૂ થયું છે તેવા સંજોગોમાં ગઇકાલે રાજસ્થાન બીજેપીના ૬ વિધાનસભ્યો રાજસ્થાનથી ગુજરાતમાં આવીને ધામા નાંખ્યા છે. પોરબંદર એરપૉર્ટ પર આવી પહોંચેલા રાજસ્થાન બીજેપીના વિધાનસભ્યે મિડિયા સમક્ષ રાજસ્થાનની કોંગ્રેસની ગેહલોત સરકાર પર આક્ષેપો કરીને કહ્યું હતું કે ‘માનસિક વેદના દૂર કરવા સોમનાથ બાબાના દર્શન કરવા આવ્યાં છીએ.’

બીજેપીના બીજા ૬ વિધાનસભ્યો આવતી કાલે પોરબંદર આ‍વશે એ‍વી વાત છે.

પોરબંદર જીલ્લા બીજેપીના પ્રમુખ વિક્રમ ઓડેદરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાંજે સાડા ચાર વાગ્યે રાજસ્થાનથી ૬ વિધાનસભ્યો પોરબંદર આવ્યાં હતા.અમારા વિધાનસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત અમે આ બધા વિધાનસભ્યોને આવકાર્યા હતા અને તેઓ સોમનાથ દર્શન કરવા ગયા છે.’

એક વિધાનસભ્યે રાજસ્થાનની ગેહલોત સરકાર પર આક્ષેપ કરતા મિડિયાને કહ્યું હતું કે ‘રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી રાજનૈતિક ઘટનાક્રમ ચાલી રહ્યો છે.કોંગ્રેસ પાર્ટીનો અંદરો અંદરનો કલહ છે. મુખ્ય પ્રધાન ગેહલોતજી પાસે બહુમતી નથી. બીજેપીના વિધાયકોને તેઓ માનસિક વેદનામાં લાવી રહ્યાં છે.’

ahmedabad gujarat rajasthan bharatiya janata party porbandar shailesh nayak