અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના મોત

19 May, 2019 01:21 PM IST  | 

અમદાવાદ: ગટર સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના મોત

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા ચાર મજૂરોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મજૂરોનાં મોત ગેસ લીકેજના કારણે થયા છે. ઓઢવના અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં ચાર મજૂર ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ગટરમાં જ મોત થતા તેમના મૃતદેહ ગટરમાંથી બહાર કઢાયા હતા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ પહેલીવાર નથી જ્યારે ગટર સાફ કરવા ઉતરેલા મજૂરોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય આ પહેલા પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગેસ લીકેજ કે શ્વાસ રુંધાવાના કારણે મજૂરોએ જીવ ગુમાવવો પડ્યો છે. એએમસીના કમિશનર વિપુલ મહેતાએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રિમોન્સુનની કામગીરીના ભાગરુપે સફાઈ કરાઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. બેજવાબદાર કોન્ટ્રાકરો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરા-અમદાવાદ નૅશનલ હાઇવેના ટોલ ટૅક્સમાં ૧૦થી ૨૦ રૂપિયાનો વધારો થયો

રાજ્યના નાયબ પ્રધાન નીતિન પટેલે આ દુર્ધટના વિશે શોક વ્યક્ત કર્યો હતો. તંત્રએ કાયદાકીય પગલા લેવા આદેશ આપ્યા છે. આ સાથે મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી

gujarat