અમદાવાદ : નર્સની બેદરકારીને લીધે યુવતીને ગંભીર ઇન્ફેક્શન?

11 April, 2019 07:14 PM IST  | 

અમદાવાદ : નર્સની બેદરકારીને લીધે યુવતીને ગંભીર ઇન્ફેક્શન?

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના નારોલમાં રહેતી 22 વર્ષની યુવતીને તાવ આવ્યો હતો. તેથી તેની પાડોશમાં રહેતી નર્સે તેને બોટલ ચડાવી અને તેમાં ઇન્જેક્શન આપ્યું જેના ઇન્ફેક્શનના કારણે તે ઝેર થઇ ગયું હતું. તેને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી તેમજ ઑપરેશન કરાવવું પડ્યું. નર્સે ખર્ચની રકમ ન ચૂકવતાં યુવતીની માતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં નર્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે નારોલ વિસ્તારની સમોર રેસિડેન્સીમાં રહેતા ઉષાબહેન જૈને ફરિયાદ નોંધાવી છે કે, 24 માર્ચ 2019ના તેની દીકરી માનસીને તાવ આવતો હતો, અને પાડોશમાં જ ઇસનપુર આશીર્વાદ હોસ્પિટલમાં ફરજ બજાવતાં દિવ્યાબહેન હરમીત પાઠકને કહ્યું. તેણે દવા આપી છતાં કોઇ ફરક ન પડ્યો હોવાથી તેઓ હોસ્પિટલમાં ગયા.

હોસ્પિટલમાં કોઈપણ ડૉક્ટર હાજર ન હોવાથી દિવ્યાબહેને ફોન કરીને માનસીની સ્થિતિની જાણ કરી. જો કે ડૉક્ટરે દવા કે ઇન્જેક્શન આપવાની ના પાડી હતી. છતાં બે બોટલ અને ઇન્જેક્શન લઇને ઘરે આવ્યા. એટલું જ નહીં તેમણે માનસીને એક બોટલ ચઢાવી અને ઇન્જેક્શન આપ્યું. જેના કારણે માનસીનો હાથ કાળો પડ્યો અને તેમાં સોજો આવી ગયો. જેને કારણે તેને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ત્યાંના ડૉક્ટરે માનસીના હાથમાં ઝેર ફેલાયું હોવાથી તેનું ઓપરેશન કર્યું.

આ પણ વાંચો : PUBG પરના પ્રતિબંધ હટાવવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

ahmedabad