દેશની સ્થિતિને જોતા અમદાવાદમાં થનારી કોંગ્રેસની CWCની બેઠક રદ

27 February, 2019 02:44 PM IST  | 

દેશની સ્થિતિને જોતા અમદાવાદમાં થનારી કોંગ્રેસની CWCની બેઠક રદ

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક રદ

ગુજરાતમાં મળનારી CWCની બેઠક રદ્દ કરવામાં આવી છે. 58 વર્ષ બાદ આ બેઠક અમદાવાદમાં મળવાની હતી. જેમાં  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહન સિંહ સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ આવવાના હતા. જે દેશની હાલની સ્થિતિને જોતા કેન્સલ કરવામાં આવી છે. થોડા દિવસ બાદ સ્થિતિ સામાન્ય થતા બેઠક ફરી મળી શકે છે.

મહાસચિવનું પદ સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી પહેલી વાર ગુજરાત આવી રહ્યા હતા. સાથે કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ આ મીટિંગમાં સંબોધન કરવાનું હતું. લોકસભા ચૂંટણી પહેલા થનારી આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી. જે હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surgical Strike2 Updates: વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક

બેઠકને લઈને ગુજરાત કોંગ્રેસે તડામાર તૈયારીઓ કરી હતી. બેઠકમાં મલ્લિકાર્જુ ખડગે, ગુલામનબી આઝાદ, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ, લોકસભાના પૂર્વ સ્પીકર મીરાંકુમાર, અહેમદ પટેલ, આનંદ શર્મા, કે. સી. વેણુગોપાલ, હરીશ રાવત, મોતીલાલ વોરા, રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓ આ બેઠકમાં હાજરી આપવાના હતા.

Gujarat Congress rahul gandhi priyanka gandhi manmohan singh