મતદાન જાગૃતિ અભિયાનમાં અમદાવાદ કલેક્ટર અને radio cityએ રચ્યો રેકોર્ડ

22 April, 2019 12:49 PM IST  | 

મતદાન જાગૃતિ અભિયાનમાં અમદાવાદ કલેક્ટર અને radio cityએ રચ્યો રેકોર્ડ

વર્લ્ડ રેકોર્ડ ઓફ યુનાઈટેડ કિંગ્ડમમાં રેકોર્ડ

અમદાવાદ કલેક્ટર અને રેડિયા સિટીના અનોખા અભિગમે તેમનુ નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ યુનાઈટેડ કિંગ્ડમમાં તેમનું નામ સામેલ કર્યું છે. અમદાવાદના જિલ્લા ઈલેક્શન અધિકારી અને કલેક્ટર ડૉ. વિક્રમ પાંડે અને રેડિયો સિટી 91.1એ ચૂંટણી પહેલા તેની અવેરનેસ માટે ચલાવી ઝૂંબેશમાં અજીબ રેકોર્ડ બનાવ્યો છે. ચૂંટણીની અવેરનેસ માટે એક જ દિવસમાં 3,50,000 જેટલા સ્ટિકર્સ વ્હિકલ્સ પર લગાવવામાં આવ્યા હતા જે એક રેકોર્ડ છે.

મતદાન અવેરનેસ માટે અભિયાન શરૂ કર્યું હતું

અમદાવાદ રેડિયો સિટીના આર. જે હર્ષિલ અને અમદાવાદ ચૂંટણી કમિશન દ્વારા મતદાનના અવેરનેસ માટે અભિયાન શરુ કર્યુ હતું. આ અભિયાન અંતર્ગત વોલિયન્ટર્સ દ્વારા શહેરના નાગરિકોના વાહનો પર મતદાન માટે સ્ટિકર્સ લગાવવામાં આવ્યા હતા. માત્ર એક જ દિવસની અંદર વોલિયન્ટર્સ દ્વારા 3,50,000 જેટલા સ્ટિકર લગાવીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ માટે અમદાવાદ ચૂંટણી અધિકારી અને કલેક્ટર અને રેડિયો સિટીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ યુનાઈટેડ કિંગ્ડમમાં સ્થાન મળ્યું છે.

 

આ પણ વાંચો: અમદાવાદ : ખોખરા સ્વિમીંગ કોંચનું રહસ્યમય રીતે મોત

 

23 એપ્રિલના રોજ ગુજરાતમાં થશે મતદાન

લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતમાં 26 સીટો માટે 23 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે. આ પહેલા શહેરના જવાબદાર લોકો નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરી રહ્યા છે.

ahmedabad radio city