ગુજરાતમાં બેથી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ સામાન્ય રહેશે

15 April, 2019 10:21 AM IST  |  ગુજરાત

ગુજરાતમાં બેથી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ સામાન્ય રહેશે

યૂફ્ફ યે ગરમી

દેશભરમાં ગરમી સતત વધી રહી છે અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે પણ અમદાવાદમાં આગઝરતી ગરમી પડી હતી અને અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વડોદરાનું પણ મહત્તમ તાપમાન ૪૨.૪ ડિગ્રી નોંધતાં બન્ને શહેરો રાજ્યના સૌથી વધુ ગરમ શહેરો બન્યાં હતાં.

સતત વધી રહેલી ગરમીને જોતાં હવામાન વિભાગ દ્વારા ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આજે ફરી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન લગભગ સમાન રહેશે અને થોડો વધારો નોંધાશે, જ્યારે લઘુતમ તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે તો રાજ્યમાં આગામી ૨થી ૩ દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

આ પણ વાંચો : કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં હાર્દિક ત્રીજા ક્રમે, આપ્યું હેલિકૉપ્ટર

અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે, જ્યારે અન્ય ગરમ શહેરોમાં અમરેલી ૪૨, સુરેન્દ્રનગર ૪૧.૭, વલ્લભ વિદ્યાનગર ૪૧.૬, ગાંધીનગર ૪૧.૬ અને ડીસામાં ૪૧.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતાં સૌથી વધુ ગરમ શહેરો રહ્યાં હતાં. આગામી સમયમાં તાપમાનમાં વધારો નોંધાશે, જેને લઈ હવામાન વિભાગ દ્વારા કારણ વિના બપોરના સમયે બહાર ન નીકળવા સૂચના આપી છે.

ahmedabad gujarat