અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઇવેનું કામ ફાસ્ટ ટ્રેક પર

17 June, 2019 08:06 PM IST  |  Rajkot

અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઇવેનું કામ ફાસ્ટ ટ્રેક પર

બંછાનિધી પાની

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન બંછાનિધિ પાનીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટઅમદાવાદ નેશનલ હાઈવેને સિકસ લેન કરવા માટેની કામગીરી ફાસ્ટ ટ્રેક પર લેવામાં આવી છે. ખાસ કરીને રાજકોટબામણબોર સેકશનને સીકસ લેન બનાવવા માટે આણંદપર (નવાગામ), માલીયાસણ, તરઘડીયા અને કૂવાડવા એમ ચાર ગામોની જમીન સંપાદિત કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રાજકોટ-બામણબોર સેક્શનને પણ 6 માર્ગીય કરવામાં આવશે
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ગત તા.7-6-2019ના રોજ મળેલી બેઠકમાં આ અંગે કરાયેલા ઠરાવ નં.1809 મુજબ રાજકોટ
અમદાવાદ નેશનલ હાઈ વે નં.8 બ (નવો 27)ના રાજકોટ બામણબોર સેકશનમાં 6 માર્ગીય કરવા જમીન સંપાદન કરવા માટે કરાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.10-6-2016ના પત્રથી રાજકોટ-અમદાવાદ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ 8 અ (નવો 47) અને 8 બ (નવો 27)ને ચાર માર્ગીયમાંથી 6 માર્ગીયકરણ કરવાની વહીવટી મંજૂરી મળેલ છે. જે અન્વયે કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્રારા પ્રગતિમાં છે તથા માર્ગમાં રાજકોટ તાલુકાના ગામો જેવા કે આણંદપર (નવાગામ), માલીયાસણ, તરઘડીયા, કૂવાડવા, કુચીયાદળ, રામપરા બેટી તથા હિરાસર ગામની ખાનગી તથા સરકારી જમીન સંપાદન કરવાની થાય છે અને સંપાદન કરવાની થતી ખશનગી તથા સરકારી જમીનની સંપાદનની કાર્યવાહી ચાલું છે. ઉપરોકત ગામો પૈકી આણંદપર (નવાગામ), માલીયાસણ, તરઘડીયા, કુવાડવા એમ કુલ ચાર ગામોનો સમાવેશ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં સમાવિષ્ટ્ર છે. વધુમાં અત્રેની મંજૂર-અમલી વિકાસ યોજના-2031 મુજબ હયાત 45 મીટર રાજકોટ-મદઆવાદ રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગને રાજકોટ મહાપાલિકાની હદથી માલીયાસણ ગામના સર્વે નં.૨૨ પૈકી સુધી સુચિત ૬૦ મીટર (હયાત રસ્તાની બંને બાજુ 7.50 મીટર) અને માલીયાસણ ગામના સર્વે નં.૨૨ પૈકીની સત્તામંડળની હદ સુચિત 75 મીટર (હયાત રસ્તાની બન્ને બાજુ 15 મીટર ડી.પી.રોડ સુચિત કરાયો છે.

સી.જી.ડી.સી.આર.ની જોગવાઈ અનુસાર કરવાપાત્ર 40 ટકા કપાત જે અત્રેથી સુચિત ટીપી કપાત કરીને જમીન સુચિત કરવામાં આવે છે તેમાં નેશનલ હાઈવેમાં કપાત થતી જમીન સત્તામંડળ દ્રારા 40 ટકા કપાત થતી જમીનમાં ગણવાપાત્ર નથી જે અન્વયે વિષય મુજબની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગને જમીનધારકો દ્રારા વાંધાઓ મળ્યા હતા જેની વિગતે નેશનલ હાઈ-વેમાં 60 મીટરમાં કપાત થતી જમીન સત્તામંડળ દ્રારા 40 ટકા કપાતમાં ગણી આપવા રજૂઆત કરવા તેઓ દ્રારા અત્રેને તા.26-2-2019 તથા તા.16-4-2019ના રોજ અરજદારની ઉકત રજૂઆત સંબંધે નેશનલ હાઈવેને છ માર્ગીય કરવામાં ૬૦ મીટરમાં કપાત કરવાની થતી જમીનોને રૂડાની 40 ટકા કપાતમાં ગણવા બાબતે સમર્થન આપવા પત્ર પાઠવેલ છે.

આ પણ વાંચો : રાજકોટઃવિદેશી કલાકારોએ ગાયું 'છોગાળા તારા' અને 'વૈષ્ણવ જન', જુઓ વીડિયો


ઠરાવમાં જણાવ્યા મુજબ ઉપરોકત વિગતેની તમામ બાબતો ધ્યાને લેતાં નીચેની વિગતો સર્વાનુમત્તે ઠરાવવામાં આવે છે.

1) માર્ગ અને મકાન વિભાગ દ્રારા ખેતી જમીનોમાં 60 મીટર માટે જે સંપાદન કરવામાં આવશે તે જમીન 712 મુજબ તેમની માલિકીની થતી હશે તો તે જમીન 40 ટકા કપાતમાં બાદ આપી શકાશે નહીં.

2) જો ખેતી જમીનમાં 45 મીટર અને ડીપી રોડ વચ્ચેની 60 મીટરમાં સમાવિષ્ટ્ર જમીન જો સહમતિ સાધે સંપાદન કરવામાં આવે અને અને વિના વળતરે માર્ગ અને મકાન વિભાગ દ્રારા જમીન સંપાદન કરવામાં આવેલ છે તેવો ઉલ્લેખ જમીન સંપાદન એવોર્ડમાં કરવામાં આવે તો સત્તામંડળ દ્રારા 60 મીટરમાં કપાત થતી જમીન 40 ટકામાં કપાત કરી શકાય.

3) જે બિનખેતી જમીન છે કે જેમાં સત્તામંડળ દ્રારા ૪૫ મીટર જાળવી તે હદ અને ડીપી રોડ વચ્ચેની જમીન 40 ટકા કપાતમાં બાદ આપવામાં આવેલ છે જે પૈકીની 60 મીટરમાં સમાવેશ થતી જમીન સત્તામંડળ માર્ગ અને મકાન વિભાગને જરૂરી શરતો આધીન સોંપી શકે
.

rajkot ahmedabad gujarat national highway