અમદાવાદ: રાજકીય ગરમાવા વચ્ચે આજે રાજ્યમાં હીટવેવની આગાહી

23 May, 2019 08:21 AM IST  |  અમદાવાદ

અમદાવાદ: રાજકીય ગરમાવા વચ્ચે આજે રાજ્યમાં હીટવેવની આગાહી

હીટવેવ

અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. મંગળવારે રાજ્યનાં ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, કંડલા એરપોર્ટ સહિતનાં નવ શહેરોમાં ગરમીનો પારો ૪ર ડિગ્રીથી ઉપર નોંધાયો હતો, જ્યારે શહેરમાં ૪૧.૯ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે અમદાવાદમાં ગુરુવારે ગરમીનો પારો ૪૪ ડિગ્રી સુધી જશે અવી શકયતા ગૂગલ વેધર દ્વારા દર્શાવાઈ છે. આમ રાજકીય માહોલની સાથે શહેરમાં ગરમીનો માહોલ પણ થશે.

મંગળવારે શહેરમાં ૪૧.૯ ડિગ્રી ગરમી નોંધાતાં એની તીવ્રતામાં વધારો થવાની સંભાવના હોઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ‘ઑરેન્જ એલર્ટ’ જાહેર કરાયું. અમદાવાદના ‘ઑરેન્જ અલર્ટ’ના પગલે તંત્રનાં સઘળાં અર્બન હેલ્થ સેન્ટર પર ઓઆરએસ પૅકેટની વ્યવસ્થા, બીઆરટીએસ સ્ટેશન પર ઓઆરએસનું વિતરણ, એએમટીએસના ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા વગેરે ગોઠવાઈ છે. જોકે શહેરની કાળઝાળ ગરમીમાં હજી વધારો થશે.

આ પણ વાંચો : રાજકોટમાં બીજેપી જીતે તો પણ નો સેલિબ્રેશન

એક-બે દિવસમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચે એવી સંભાવના હવામાનની ખાનગી સંસ્થાએ વ્યક્ત કરતાં લોકોએ મે મહિનાના તાપમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. દરમ્યાન બુધવારે શહેરનું લઘુતમ તાપમાન ર૮.ર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી વધુ હતું.

ahmedabad gujarat