Gujarat: એક્સપાયર્ડ દવાઓને ફરી લેબલિંગ કરી વેચતી હતી એજન્સી, દરોડામાં ખુલાસો

10 June, 2023 05:36 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

દરોડામાં ખબર પડી છે કે, `સ્કર્વી` બીમારીમાં ઉપયોગમાં લેવાતા સ્કૉર્બિન્ટ-સી ઈન્જેક્શનને ફરીથી લેબલ કરીને વેચવામાં આવી રહ્યા હતા. આ કાંડમાં સામેલ તેજેન્દ્ર મહેશ ઠક્કર અને સ્વપ્નીલ પુજારા વિરુદ્ધ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના (Ahmedabad) એક હોલસેલર પાસેથી એક્સપાયરી ડેટના એવા ઈન્જેક્શન મળ્યા છે જેમને રિલેબલ (નવી છાપણી સાથે તૈયાર) કરવામાં આવ્યા હતા. આ એજન્સી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે FIR નોંધાવ્યો છે. આ મામલે ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસન અધિકારી ડૉ. એચ.જી. કોશિયાએ કહ્યું કે જનસ્વાસ્થ્ય સાથે રમત રમનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવોશે. દરોડામાં ખબર પડી છે કે, `સ્કર્વી` બીમારીમાં ઉપયોગમાં લેવાતા સ્કૉર્બિન્ટ-સી ઈન્જેક્શનને ફરીથી લેબલ કરીને વેચવામાં આવી રહ્યા હતા. આ કાંડમાં સામેલ તેજેન્દ્ર મહેશ ઠક્કર અને સ્વપ્નીલ પુજારા વિરુદ્ધ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

`સ્કર્વી` રોગમાં ઉપયોગમાં લેવાય છે આ ઇન્જેક્શન
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર કોશિયાએ જણાવ્યું હતું કે પબ્લિક હેલ્થ સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ `સ્કર્વી` રોગમાં વપરાતા સ્કોર્બિન્ટ-સી ઈન્જેક્શનને રિબેલ કરીને એક્સપાયર થઈ ગયેલી દવાઓનું વેચાણ કરતા એકમો/વ્યક્તિઓ પર દરોડા પાડ્યા હતા. રિલેબલિંગના કામ સાથે સંકળાયેલા તેજેન્દ્ર મહેશ ઠક્કર અને પૂજારા સ્વપ્નિલ મહેશના નામો સામે આવ્યા છે.

માર્ચમાં જ એક્સપાયર થઈ ગયા હતા ઇન્જેક્શન
આ અંગે કોશિયાએ જણાવ્યું કે, મળતી માહિતીના આધારે તંત્રએ 2 જૂનના રોજ અમદાવાદની (Ahmedabad) અમરાઈવાડી ખાતેની મહાદેવ એજન્સી દ્વારા તપાસ હાથ ધરી હતી. સ્કોર્બન્ટ-સી ઈન્જેક્શન (SCORBINT-C INJECTION), બી. નં. NL21036 એક્સપાઇરી ડેટ 03/2023  હતી અને Nixie Laboratories Pvt. લિ. દ્વારા નિર્મિત છે. આ દવાના ખરીદ વેચાણ અંગે પૂછપરછ કરતાં તેજેન્દ્ર મહેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ઈન્ટીગ્રિટી ફાર્માસ્યુટિકલ, ઈન્વોઈસ નં. 0000103, 0000142, 0000406, 0000532, 0000705 સમયાંચરે SCORBINT-C INJTION ખરીદીને વેચાતા હતા.

રિલેબલ કરીને લગાડી ઑક્ટોબરની તારીખ
આ તપાસમાં અધિકારી પાસેથી 444 નશાયુક્ત પદાર્થોના શંકાસ્પદ વેચાણ કરવા મામલે કારણની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેજેન્દ્ર મહેશ ઠક્કરે જમાવ્યું તે તેણે ઓરિજિનલ એક્સપાઇરી ડેટ 03/2023 અને બેચ નંબર - NL21036ને પોતાના કૉમ્પ્યુટરમાંથી નવી એક્સપાઈરી ડેટ 09/2023 અને બેચ નંબર- NB21-07A સાથે બદલી દીધી હતી અને દવાનું નામ, બેચ નંબર, પ્રૉડક્શન ડેટ, દવાની બૉટલ પરથી એક્સપાઈરી ડેટ અને નિર્માતાના નામ જેવી ડિટેલ્સ લેબલ પરથી ખસેડી દીધી હતી. આ પાંચ એક્સપાયર્ડ ઇન્જેક્શન, યુનાઈટેડ એન્ટરપ્રાઈઝિસ, એલિસબ્રિજ, અમદાવાદ ડેટ 22/05/2023 ચલાન નમબર 23/SZ-002397 દ્વારા વેચવામાં આવ્યા.

આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ
વધુ તપાસ કરતા તેમણે જણાવ્યું કે આ પાંચેય ઈન્જેકશનને પૈસાની લાલચમાં પુજારા સ્વપ્નીલ મહેશભાઈની મદદથી લેબલ બદલીને વેચ્યા હોવાનો ખુલાસો થયો. આ સિવાય બાકીના 439 ઈન્જેક્શનનું બિલ પણ ઉપલબ્ધ નથી. આ દવાનો ઉપયોગ સ્કર્વી નામના ગંભીર રોગમાં થાય છે. નફા માટે એક્સપાયર થયેલી દવાને રિ-લેબલિંગ કરીને જનસ્વાસ્થ્ય સાથે રમતા ઇસમોએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં તે લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી.

આ પણ વાંચો : PMની ડિગ્રી મામલે ગુજરાત HC પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, 30 જૂને સુનવણી

તપાસ માટે મોકલવામાં આવ્યા ઇન્જેક્શન
કોશિયાએ જણાવ્યું કે તપાસ દરમિયાન પાંચમાંથી ચાર ઇન્જેક્શન વડોદરા સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને એક ઇન્જેક્શનનો રિપૉર્ટ રજૂ કરવામાં આવ્યો છે. બાકીના 439 ઇન્જેક્શન્સની તપાસ હજી પણ ચાલી રહી છે.

ahmedabad Gujarat Crime Crime News gujarat news gujarat vadodara food and drug administration