જાણો કેમ સડેલાં શાકભાજીથી લાખો રૂપિયા કમાઈ રહી છે સુરત Apmc...

22 June, 2020 05:29 PM IST  |  Mumbai Desk | Agencies

જાણો કેમ સડેલાં શાકભાજીથી લાખો રૂપિયા કમાઈ રહી છે સુરત Apmc...

સુરત એપીએમસી

સુરતની ખેતીવાડી બજારે સડેલાં શાકભાજીના ઉપયોગ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ખેતબજાર હોવાથી સ્વાભાવિક રીતે માર્કેટમાં સડેલાં શાકભાજીનો અઢળક કચરો નીકળતો હોય છે. એવામાં વેસ્ટમાંથી બેસ્ટની નીતિના ધોરણે માર્કેટમાં આ સડેલાં શાકભાજીમાંથી ગૅસનું ઉત્પાદન કરીને તેને ગૅસ કંપનીને આપવામાં આવે છે. જેનાથી માર્કેટને લાખોની આવક થઈ રહી છે. માર્કેટમાંથી નીકળતા કચરામાંથી સીએનજી ગૅસ બનાવીને સુરત એપીએમસી લાખો રૂપિયા કમાઈ રહ્યું છે. શાકમાર્કેટમાં સડી ગયેલાં શાકભાજીમાંથી ગૅસ બનાવીને ગુજરાત ગૅસ કંપનીમાં તે ગૅસ આપવામાં આવે છે. આ પ્રયોગના કારણે ગંદા કચરાથી પણ મુક્તિ મળે છે અને તે જ સડેલાં શાકભાજીમાંથી પૈસાની આવક પણ કરી શકાય છે.

એક બાયોગૅસ તેવી વસ્તુમાંથી બની શકે છે જે સડી શકે છે. રસોડામાંથી નીકળતો એઠવાડ અથવા ફૂલ-છોડનાં પાંદડાં જેવા જૈવિક કચરામાંથી સરળતાથી આ ગૅસ બની શકે છે. ગૅસમાં કૉમ્પોસ્ટિંગ ગૅસ હવામાં જતો રહે છે જ્યારે માનવઉપયોગમાં બાયોગૅસ વાપરી શકાય છે. કેન્દ્ર સરકારે પણ સુરતના આ નવતર પ્રયોગના કેન્દ્ર સરકારે પણ વખાણ કર્યા છે. એવામાં સુરતની એપીએમસી દેશની પહેલી એવી એપીએમસી છે જે સડેલાં શાકભાજીમાંથી સીએનજી ગૅસ બનાવે છે. આ ગૅસથી માર્કેટ લાખો રૂપિયાની કમાણી કરે છે.

surat apmc market