અંજાર-મુન્દ્રા હાઈ-વે પર અકસ્માત, ત્રણ યુવકોના મોત

13 May, 2019 12:51 PM IST  | 

અંજાર-મુન્દ્રા હાઈ-વે પર અકસ્માત, ત્રણ યુવકોના મોત

પ્રતીકાત્મક તસવીર

અંજારના સિનુગ્રા ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રવિવાર રાત્રે અંજાર-મુન્દ્રા હાઈ-વે પર અજાણ્યા વાહને અડફેટે લેતા બાઈકસવાર ત્રણ યુવકોના મૃત્યુ થયા છે. અકસ્માત વિશે હાલ કોઈ ખાસ જાણકારી મળી નથી અને અકસ્માત કરનાર વાહન ચાલક હાલ ફરાર છે.

મળતી માહિતી અનુસાર આ ત્રણ યુવાનો મોડી રાત્રે હાઈવે નજીક આવેલી હોટલમાં ચા પીવા જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર પૂર ઝડપે આવતા વાહને બાઈકને ટક્કર મારી હતી જેના કારણે ત્રણેય યુવાનો હવામાં ફંગાળાઈને નીચે પટકાયા હતા જેના કારણે 2 યુવાનોના મૃત્યુ ઘટનાસ્થળે જ થયા હતા જ્યારે એક યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે સમયસર સારવાર ન મળતા આ યુવકનું મૃત્યુ થયુ હતું.

આ યુવકોના નામ વિનોદ મહેશ્વરી, નીતિન મહેશ્વરી અને અશ્વિન મહેશ્વરી હતા. ગંભીર ઈજા બાદ વિનોદને સારવાર અર્થે ખસેડાયો હતો જ્યા તેનું મોત થયું હતું. સમયસર સારવાર ન મળતા પરિવારજનોનો રોષ જોવા મળ્યો હતો અને મૃતદેહ ન સ્વીકારવા ચીમકી પણ આપી હતી.

gujarat Crime News