દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ગુજરાતીની પસંદગી

13 May, 2019 04:54 PM IST  |  નવી દિલ્હી

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ગુજરાતીની પસંદગી

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ગુજરાતીની પસંદગી

હાલમાં જ મળી રહેલ સમાચાર પ્રમાણે દિલ્હી હાઇકોર્ટે નવા ચીફ જસ્ટિસની નિમણુક કરી છે. આ નવા ચીફ જસ્ટિસ તરીકે ઝારખંડના હાઇકોર્ટના જસ્ટિસ ડી.એન. પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ રાજેન્દ્ર મેનન આવતા જૂન મહિનમાં રિટાયર્ડ થવા જઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટેની કોલેજિયમ દ્વારા જસ્ટિસ ધીરૂભાઈ નારણભાઈ પટેલના નામની ભલામણ દિલ્હી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે કેદ્ર સરકારને કરવામાં આવી છે. કેદ્રના નિર્ણય બાદ રાષ્ટ્રપતિના આદેશથી તેમની નિમણૂંક કરવામાં આવશે.

ગુજરાત HCમાં કરી હતી વકીલાતની શરૂઆત
જસ્ટિસ ડી. એન. પટેલ હાલ ઝારખંડ લીગલ સર્વિસ ઑથોરિટીના પ્રમુખ છે. 1984માં ધીરૂભાઈ નારણભાઈ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2004માં ગુજરાત હાઈકોર્ટના જજ બન્યા હતા. તેઓ 2009થી લઈને અત્યાર સુધી ઝારખંડ હાઈકોર્ટના જજ તરીકે જોડાયેલા છે. તેઓ છેલ્લા બે વર્ષથી ઝારખંડ હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે. તેમને ઝારખંડ હાઈકોર્ટમાં 3 વાર એક્ટિંગ ચીફ જસ્ટિસ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

gujarat delhi high court