અમદાવાદ પોલીસની સલાહ, બાઈકના સાઈલેન્સર પાસે ક્યારેય ન રાખશો બેગ

15 April, 2019 12:47 PM IST  |  અમદાવાદ

અમદાવાદ પોલીસની સલાહ, બાઈકના સાઈલેન્સર પાસે ક્યારેય ન રાખશો બેગ

સાયલેન્સર પાસે બેગ રાખવું નિવડી શકે છે જોખમકારક

વાહનના સાયલેન્સર પાસે બેગ રાખવું કેટલું ખતરનાક હોઈ શકે છે તેનો કિસ્સો યૂપીમાં સામે આવ્યો. રવિવારે યૂપીના ઈટાવામાં એક પરિવાર બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે તેમાં લટકાવેલી બેગમાં આગ લાગી ગઈ અને બાઈક પર જઈ રહેલા પરિવારને તેનો જરા પણ અંદાજ નહોતો.

બાઈકમાં બાંધેલા સામાનમાં લાગેલી આગ ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસ વાનના ધ્યાનમાં આવી અને તેમણે ચાર કિલોમીટર સુધી બાઈકનો પીછો કરી તેને રોકાવી અને બાઈક સવાર દંપતિને નીચે ઉતારીને આગને બુઝાવી.

આ પણ વાંચોઃ ટિકટોકે લીધો જીવઃ દિલ્હીના યુવકનું વીડિયો બનાવતી વખતે ગોળી ચાલી જતા મોત

અમદાવાદ પોલીસે કર્યું ટ્વીટ
ઉત્તર પ્રદેશની આ ઘટના અમદાવાદ પોલીસે ટ્વીટ કરી છે અને વાહન ચાલકોને સલાહ આપી છે કે, ક્યારેય બાઈકના એક્ઝોસ્ટની નજીક તમારી સામાનની બેગ ન મુકશો. તમારી બેગ બળી શકે છે.

ahmedabad uttar pradesh