જૂનાગઢમાં માત્ર 18 ઇંચ વરસાદથી શહેરભરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય

19 August, 2019 09:09 AM IST  |  જૂનાગઢ

જૂનાગઢમાં માત્ર 18 ઇંચ વરસાદથી શહેરભરમાં ઠેર-ઠેર ખાડાઓનું સામ્રાજ્ય

પ્રતીકાત્મક તસવીર

જૂનાગઢમાં વરસાદ બાદ રસ્તાઓમાં ખાડાઓને બદલે ખાડાઓમાં રસ્તા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના મુખ્ય રસ્તાઓ ને સોસાયટીના રસ્તાઓમાં કેવા ખાડા છે અને લોકો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ચોમાસા પછીનું જૂનાગઢ કે જ્યાં સીઝનનો હજી તો ૧૮ ઇંચ વરસાદ પડ્યો ત્યાં નવા બનાવેલા રોડરસ્તાઓમાં કાંકરીઓ ઊડવા લાગી ઠેર-ઠેર ખાડાઓ પડી રહ્યા છે જેના કારણે રોજબરોજ અકસ્માત થવાના શરૂ થયા છે. વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે. મુખ્ય માર્ગોમાં એક પણ રોડ એવો નહીં હોય કે ચોમાસાની સીઝન દરમ્યાન ખાડો ન પડ્યો હોય. આ ઉપરાંત સોસાયટીઓના પણ રસ્તાઓમાં ઠેર-ઠેર ખાડાઓના કારણે રાહદારીઓ ત્રાહિમામ થઈ ગયા છે.

આ પણ વાંચો : સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 67 ટકા

જૂનાગઢની માનસનગર સોસાયટીનો મેઇન રોડ કે જ્યાં ૨૫ સોસાયટીઓમાં જવાનો રસ્તો છે અને આ રસ્તા પરથી ત્રણ સ્કૂલનાં વાહનો અને વિદ્યાર્થીઓ પસાર થાય છે. આ રસ્તાની કેટલી બદતર પરિસ્થિતિ છે કે ખુદ સ્થાનિક લોકોએ જાતે જ પાવડા-તગારાં લઈ રસ્તો રિપેર કરવાની નોબત આવી છે.

gujarat junagadh Gujarat Rains