સૌરાષ્ટ્રમાં કમોસમી છાંટા, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠામાં માવઠું

16 April, 2019 11:43 AM IST  |  રાજકોટ

સૌરાષ્ટ્રમાં કમોસમી છાંટા, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠામાં માવઠું

ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ

રાજ્યમાં વાતાવરણ છેલ્લા 2-3 દિવસથી બદલાયેલું છે. ભર ઉનાળે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વહેલી સવારે કમોસમી છાંટા પડ્યા. તો અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા સહિતના પટ્ટામાં પણ માવઠું થયું છે.

રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. ટંડા પવને કારણે લોકને ગરમીથી રાહત મળી છે, પરંતુ બીજી બાજુ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેડૂતોના ઉનાળુ પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ સપના વ્યાસ પટેલ પાસેથી લો ફિટ રહેવાની પ્રેરણા

હવામાન વિભાગે માછીમારી કરવા ગયેલા માછીમારોને પણ સાવચેત રહેવા સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરી છે. સાથે જ આગામી 2 દિવસમાં પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે.

gujarat news rajkot dwarka