વડોદરા: વિશ્વામિત્રી નદી પરના તમામ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

12 August, 2019 08:57 AM IST  |  વડોદરા

વડોદરા: વિશ્વામિત્રી નદી પરના તમામ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભારે વરસાદ

વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે વડોદરા શહેરના કાંઠા વિસ્તારમાં પાણી ભરાયાં છે. વિશ્વામિત્રી નદીની સપાટીની મોડી રાતથી સવાર સુધી સ્થિર થઈ હતી. જોકે હાલ વિશ્વામિત્રીની સપાટી ઘટીને ૩૦ ફીટ થઈ છે. આજવા ડૅમની સપાટી સતત ઘટતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં મોડી રાતથી વધારો ન થતાં લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જોકે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદું બન્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ: ભારે વરસાદને પગલે રેલવે દ્વારા 26 ટ્રેનો રદ કરાઈ, મુસાફરો અટવાયા

વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાતાં નીચાણવાળા વિસ્તારમાંથી ૧૫૪૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રીની સપાટી સતત વધતી રહેતાં વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં છે. મોડી રાતે વિશ્વામિત્રીની સપાટી ૩૦ ફીટ થતાં શહેરના વધુ વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતાં, જેને પગલે સિદ્ધાર્થ બંગલોઝ સહિતના વિસ્તારના રહીશોમાં ભય ફેલાયો હતો. રાત્રે ૧૧.૩૦ વાગ્યે કાલાઘોડા સહિતના તમામ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સમા-સાવલી રોડથી હરણી તરફનો માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

gujarat Gujarat Rains vadodara