ખેડૂતોનો આક્રોશઃPM હાઉસ જવાની માગ સાથે કરી ઘેરાબંધી

02 February, 2019 12:46 PM IST  | 

ખેડૂતોનો આક્રોશઃPM હાઉસ જવાની માગ સાથે કરી ઘેરાબંધી

ટોલ પ્લાઝા પર ભેગા થયા છે ખેડૂતો

બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાતો થઈ છે. આ પહેલા ચાર રાજ્યોના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર પેકેજ પણ ફાળવી ચૂકી છે. જો કે આ જાહેરાતોથી અન્નદાતાનો આક્રોશ શાંત નથી થયો. ઉત્તર પ્રદેશના ખેડૂતો પીએમ હાઉસ ઘેરવાની માગ સાથે દિલ્હી નજીક પહોંચ્યા છે. DND ટોલ પ્લાઝા પર હજ્જારો ખેડૂતો ભેગા થયા છે. 

ખેડૂતો અહીં પંચાયત યોજીને આગળની રણનીતિ નક્કી કરશે. આ પંચાયતમાં નક્કી થશે કે ખેડૂતો દિલ્હી જશે કે નહીં. ઉલ્લેખનીય છે કે DND ટોલ પ્લાઝા પર ભેગા થયા છે.

શું છે ખેડૂતોની માગ ?

આ ખેડૂતોની માગ છે કે 2008થી 2012 સુધી ગૌતમબુદ્ધ નગર, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા અને મથુરામાં જે જે જમીન સંપાદિત થઈ તે તમામ કેસની માગ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે.

ટ્રાફિકને અસર

યુપીના ગૌતમબુદ્ધ નગર જિલ્લા નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે ખેડૂતો ભેગા થયા છે. જેને કારણે દિલ્હીમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. પોલીસે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ નથી કરવા દીધો, પરિણામે ખેડૂતો ટોલ પ્લાઝા પાસે જ બેસી રહ્યા છે.

આ પણ વાંચોઃનારાજ ખેડૂત વર્ગ અને ઉદાસ મધ્યમ વર્ગને રાજી કરવાનાં બજેટમાં પગલાં

શું છે મામલો ?

ટપ્પલ ગામના જિકરપુરમાં ખેડૂતો નવા જમીન સંપાદન બિલ પ્રમામ જમીન સંપાદન કરવાની માગને લઈને 50 દિવસથી ધરણા કરી રહ્યા છે. યમુના એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન બસપા સરકારના શાસનમાં જિકરપુરમાં જ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો, ત્યારથી જિકરપુર રાજકીય અખાડો બની ચૂક્યુ છે.

narendra modi Budget 2019