જૂનાગઢમાં ત્રણ હિન્દુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ

25 December, 2019 02:10 PM IST  |  Junagadh

જૂનાગઢમાં ત્રણ હિન્દુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ

(જી.એન.એસ.) નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જૂનાગઢમાં ૩ હિન્દુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ છે. અગાઉ જૂનાગઢમાંથી ૪૩ મુસ્લિમ સહિત ૪૯ શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.

નાગરિકતા એક્ટ બિલ પાસ થયા બાદ જૂનાગઢ જિલ્લામાંથી ભારતીય નાગરિકતા મેળવવા માટે કુલ ૪૯ અરજી આવી છે. જેમાંથી ૪ને નાગરિકતા આપવામાં આવી છે. એકનું રજિસ્ટ્રેશન કરાયું છે, જ્યારે હજુ ૪૪ અરજીઓ પર નિર્ણય લેવાનો બાકી છે. જૂનાગઢમાં ભારતીય નાગરિકતા મેળવવા માટે કરેલી ૪૯ અરજીઓમાંથી મોટાભાગના લગ્ન કરેલા લોકોની અરજીઓ છે. ૪૯ અરજીઓ પૈકી ૬ હિન્દુ લઘુમતી સમાજની છે, જેમાં ૩ને ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. ૪૩ મુસ્લિમ બહુમતી સમાજની અરજીઓ છે, જેમાંથી એકને નાગરિકતા અપાઈ છે, બાકીની અરજીઓ પર અભ્યાસ ચાલુ છે.

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ તેના સુધારા સામે સમગ્ર દેશભરમાંથી વિરોધનો સૂર ઊઠી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે મળતી વિગતો અનુસાર ગુજરાતમાં વસવાટ કરતા આશરે ૧૦ હજાર જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને આ સુધારાના કારણે ભારતીય નાગરિકતા મળશે!

gujarat national news Vijay Rupani