નવરાત્રિમાં આ વખતે ચંદ્રયાન2 અર્ટિકલ 370 અને પ્લાસ્ટિક બૅન છે મોખરે!

29 September, 2019 01:43 PM IST  |  મુંબઈ ડેસ્ક

નવરાત્રિમાં આ વખતે ચંદ્રયાન2 અર્ટિકલ 370 અને પ્લાસ્ટિક બૅન છે મોખરે!

નવરાત્રિ શરૂ થતાંની સાથે જ દેશમાં ગરબા અને દાંડિયાની ધૂમ મચી છે. વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતના ગરબામાં આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય મુદ્દાની ઝલક દેખાશે. નવરાત્રી પહેલા ગરબાની તૈયારીમાં લાગેલી ગુજરાતી છોકરીઓ પોતાની પીઠ પર ચંદ્રયાન-2, કાશ્મીરની કલમ 370, મોટર વાહન એક્ટ અને પ્લાસ્ટિક બૅનનો ટેટૂ બનાવડાવીને સંદેશ આપી રહી છે.

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને વિશ્વમાં 'ગરબા કૅપિટલ'ના નામે જાણીતા ગુજરાતમાં ગરબાની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ ગયો છે. મોડી રાત સુધી દાંડિયા રમવા માટે રાજ્યના ખૂણે ખૂણે યુવાઓ પોતાની સ્ટાઇલને પર્ફેક્ટ બનાવવામાં લાગેલા છે. ગરબા પહેલા ટેટૂ બનાવવાનો ક્રેઝ જોવા મળે છે. આ ટેટૂમાં પીએમ મોદી, ચંદ્રયાન-2, કલમ 370, કાશ્મીર, ધરતીને બચાવવા અને પ્લાસ્ટિક બૅનનો સંદેશ આપે છે.

ગરબામાં આ વખતે બૅકલેસ ચોલી અને ઇન્ડોવેસ્ટર્ન કપડાં ટ્રેન્ડમાં છે. આ સિવાય દાંડિયા રમતાં લોકો પોતાની જ્વેલરી અને અન્ય વસ્તુઓમાં પણ ઘણાં પરિવર્તનો કર્યા છે. દાંડિયા રમનારા છોકરા છોકરીઓ આ વખતે ટેટૂ દ્વારા સામાજિક સંદેશાઓ આપે છે.

ગરબામાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડૉનાલ્ડ ટ્રમ્પને પણ સ્થાન મળ્યું છે. તાજેતરમાં જ અમેરિકાના હ્યૂસ્ટનમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતની અસર ગરબા પર પણ જોવા મળે છે. ટ્રમ્પ અને મોદીના ટેટૂ પણ છોકરીઓ પોતાની પીઠ પર બનાવડાવી રહી છે. આ સિવાય કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીર પણ ચર્ચામાં આવી ગયું છે યુવાનો તિરંગાની સાથે બનાવવામાં આવતાં ટેટૂમાં કાશ્મીરને ભારતનો ભાગ ગણાવ્યો છે.

જણાવીએ કે અમદાવાદમાં નવરાત્રિ પહેલા ડાન્સર્સ ગરબાની પ્રૅક્ટિસમાં લાગી જાય છે. નવરાત્રિ દરમિયાન ગરબા નાઇટ્સ અને ઇવેન્ટ્સ આખા ગુજરાતમાં આયોજિત કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરથી શરૂ થતાં ગરબા માટે ગુજરાતના રાજકોટમાં મોટી સંખ્યામાં ગરબાના મટકા બનાવવામાં આવે છે. રાજકોટમાં એક કુંભાર ગરબા પર કેન્દ્ર સરકારે જે કલમ 370 હટાવી દીધી છે તેની સાથે જોડાયેલ સંદેશ આપી રહ્યો છે. માટીના વાસણોની આવી ડિઝાઇન બનાવવા પાછળનો આ કુંભારનો ઉદેશ્ય લોકોને એક સાથે રહેવાનો સંદેશ આપે છે.

navratri gujarat ahmedabad rajkot