રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ બનશેઃ નીતિન પટેલ

12 October, 2019 11:07 AM IST  |  ગાંધીનગર

રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ બનશેઃ નીતિન પટેલ

નીતિન પટેલ

ગુજરાતમાં ૩૨૫ કરોડને ખર્ચે નવી પાંચ મેડિકલ કૉલેજ બનાવવામાં આવશે. આ અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર-પરિષદ યોજીને જાણકારી આપી હતી. તેમણે પત્રકાર-પરિષદમાં કઈ-કઈ જગ્યાએ મેડિકલ કૉલેજ બનશે એ વિશે માહિતી આપી હતી. તેમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા ગુજરાતમાં પાંચ લાખ લોકોને વીમાકવર અંગે પણ ઘોષણા કરી હતી. રાજ્યમાં પાંચ જિલ્લામાં મેડિકલ કૉલેજ બનશે જ્યારે દેશમાં ૭૫ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજ બનાવવામાં આવશે.

રાજ્યમાં ૩૨૫ કરોડને ખર્ચે મેડિકલ કૉલેજનું નિર્માણ થશે જેમાંથી કેન્દ્ર સરકાર ૧૯૫ કરોડની મદદ કરશે, જ્યારે રાજ્ય સરકાર ૧૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. કરોડોના ખર્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મેડિકલ કૉલેજ બનાવવામાં આવશે. પાંચમાંથી ૩ કૉલેજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. દેશમાં ૫૦ કરોડ નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનાનો લાભ મળે છે, જેમાંથી ગુજરાતમાં પાંચ લાખ નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનાનો લાભ મળે છે. ૧૫ ઑગસ્ટ, ૨૦૧૮એ દેશના વડા પ્રધાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ઘોષણા કરી હતી. આ યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે.

આ પણ વાંચો : સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે દિવાળીએ ખુલ્લું રહેશે

આ યોજના હેઠળ દેશના લગભગ ૧૦ કરોડ પરિવાર એટલે કે લગભગ ૫૦ કરોડ લોકોને દર વર્ષે પાંચ લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજનાનો લાભ અંદાજિત ૮ કરોડ ગ્રામીણ પરિવારો અને ૨.૪ કરોડ શહેરી પરિવારોને મળશે. આવી રીતે દેશની લગભગ ૪૦ ટકા જનસંખ્યાને સ્વાસ્થ્ય વીમો મળશે.

Nitin Patel gujarat