સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો આઠમી અજાયબીમાં સમાવેશ

14 January, 2020 02:37 PM IST  |  gujarat

સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો આઠમી અજાયબીમાં સમાવેશ

સમગ્ર દેશ અને દુનિયામાં ગરવી ગુજરાતના નામનો ડંકો વાગે એવી એક મોટી અને ઐતિહાસિક ઘટનામાં તથા પ્રત્યેક ગુજરાતી ગર્વ લઈ શકે એમ સરદારસાહેબના ગુજરાતમાં કેવડિયા નર્મદા ડૅમ નજીક આવેલી વિશ્વની સૌથી મોટી ૧૮૨ મીટર ઊંચી સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રતિમાને દુનિયાની આઠમી અજાયબી તરીકે જાહેર કરવામાં આવી છે. વિદેશપ્રધાન એસ. જયશંકરે સોમવારે શાંઘાઈ સહયોગ સંગઠનના મહાસચિવ વ્લાદિમીર નેરોવ સાથે મુલાકાત કરી હતી. સ્ટૅચ્યુ ઑફ યુનિટીને આઠ અજાયબીમાં સામેલ કરાયું છે. ૮મા શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે સમાવાતાં ટૂરિસ્ટ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. હાલ દુનિયાની ૭ અજાયબીઓમાં ભારતની એકમાત્ર ઇમારત એવા આગરા ખાતે આવેલા તાજ મહેલને જ સ્થાન અપાવામાં આવ્યું હતું, હવે સ્ટૅચ્યુ ઑફ યુનિટીને પણ આ દરજ્જો આપવામાં આવ્યો છે.

gujarat Places to visit in gujarat statue of unity