ડાંગના રાજાઓ હવે રહી ગયા છે...એક દિવસના શહેનશાહ

02 March, 2020 08:41 AM IST  |  Mumbai Desk | Ronak Jani

ડાંગના રાજાઓ હવે રહી ગયા છે...એક દિવસના શહેનશાહ

મનુષ્ય સ્વભાવથી જ આનંદપ્રિય રહ્યો છે. વિવિધ તહેવારો અને ઉત્સવોમાંથી આનંદ મેળવતો માણસ બીજાનું દુઃખ જોવા ટેવાયેલો નથી. આ વાક્યને હકીકતમાં સમજવું હોય તો રાજ્યના સૌથી મોટા પરંપરાગત આદિવાસી મેળા ડાંગ દરબારની મુલાકાત લેવી જરૂરી છે. આ મેળો આદિવાસી ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખતો મેળો છે. મેળાનો મુખ્ય આશય ડાંગના પાંચ આદિવાસી રાજાઓને સન્માન આપવાનો છે. જ્યાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ, ઉપસ્થિત પ્રધાનો, અધિકારીઓ, ડાંગની પ્રજા અને દેશ-વિદેશથી ડાંગ દરબારને માણવા આવેલા પ્રવાસીઓની હાજરીમાં રાજાઓનું જાહેર સન્માન કરે છે, પરંતુ રાજાઓનું માનીએ તો આ એક દિવસનું સન્માન તેમના માટે આજીવન એક બંધન છે. 

વર્ષભર પ્રકૃતિના ખોળે વસતા, ડાંગના પ્રજાજનો ઉત્સવોની ઉજવણી સાથે તેમનું નૈસર્ગિક જીવન જીવતા હોય છે. આદિવાસીઓનું વિશિષ્ટ જનજીવન, તેમના રીતરિવાજો, તેમનો પહેરવેશ, રહેણીકરણી અને તેમની આદતો, માન્યતાઓને નજીકથી જોવા, જાણવા અને માણવા માટેનો ઉત્સવ એટલે ડાંગ દરબાર. સરકાર આ ઉત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ડાંગ દરબારના પ્રથમ દિવસે સવારે રાજાઓને બગીમાં બેસાડી

gujarat navsari