સરકાર ખેડૂતો માટે જાહેર કરેલા ટોલ-ફ્રીની સમયમર્યાદા ૧૫ દિવસની કરે

02 November, 2019 03:23 PM IST  |  મુંબઈ ડેસ્ક

સરકાર ખેડૂતો માટે જાહેર કરેલા ટોલ-ફ્રીની સમયમર્યાદા ૧૫ દિવસની કરે

વિરમગામ : (જી.એન.એસ.) વિરમગામ મત વિસ્તારના કૉન્ગ્રેસ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ટોલ-ફ્રી અને પાક વીમા વળતર મુદ્દે બીજેપી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કમોસમી વરસાદના પગલે સમગ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં થયેલા ખેતીના નુકસાનનું વળતર સત્વરે ખેડૂતોને ચૂકવવા માટે વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં વિરમગામના ધારાસભ્યએ લખ્યું છે કે સરકારમાં જરા પણ સંવેદના હોય તો ખેડૂતોને તત્કાલિક સહાયની ચુકવણી કરે.

કૉન્ગ્રેસ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યુ હતું કે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી નંબરની સમયમર્યાદા ઓછી છે. આ સમયમર્યાદા ૭૨ કલાકથી વધારીને ૧૫ દિવસ કરવી જોઈએ. ખેડૂતો એટલા ભણેલા ગણેલા નથી હોતા કે ઑનલાઇન કે પછી ટોલ-ફ્રી નંબર પર પોતાની અરજી આપી શકે. આ ઉપરાંત ઑનલાઇન રજિસ્ટ્રેશનના બદલે સરકારે સ્થળ પર જઈને સર્વે કરવો જોઈએ.

gujarat