ગુજરાત પોલીસને આજે ઉપરાષ્ટ્રપતિના હસ્તે નિશાન અવૉર્ડ એનાયત કરાશે

15 December, 2019 10:57 AM IST  |  Mumbai Desk

ગુજરાત પોલીસને આજે ઉપરાષ્ટ્રપતિના હસ્તે નિશાન અવૉર્ડ એનાયત કરાશે

રાષ્ટ્રપતિના ‘નિશાન’ અવૉર્ડ એ પોલીસદળની શ્રેષ્ઠતા અને ગૌરવના પ્રતીકરૂપે અપાય છે. નિશાન એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરાયેલા કામ અને રાષ્ટ્રની સેવામાં આપેલ યોગદાન માટે આપવામાં આવે છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસદળ આ સન્માનથી સન્માનિત થનાર ૭મું રાજ્ય બનશે. અગાઉ આ સન્માન મેળવનાર છ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગર ખાતે યોજાનારી સેરીમોનિયલ પરેડમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન અવૉર્ડ એનાયત કરશે. આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલ ધ્વજ અને વિશેષ સ્મૃતિચિહ્ન ગુજરાત પોલીસને એનાયત કરાશે.

gujarat