સુરત: એક દિવસ, એક હૉસ્પિટલ અને 10 દીકરીઓ

23 April, 2019 08:28 AM IST  |  સુરત | રશ્મિન શાહ

સુરત: એક દિવસ, એક હૉસ્પિટલ અને 10 દીકરીઓ

ગઈ કાલે જન્મેલી દસેદસ દીકરીઓને એકસાથે સુવડાવીને હૉસ્પિટલના સ્ટાફ અને ટ્રસ્ટીઓએ ફોટો પણ પડાવ્યો હતો.

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી અને સુરત ડાયમન્ડ અસોસિએશન દ્વારા સંચાલિત ડાયમન્ડ હૉસ્પિટલમાં ગઈ કાલે એક જ દિવસમાં ૧૦ દીકરીઓનો જન્મ થયો હતો. આ દસેદસ ડિલિવરી દીકરીઓની થતાં હૉસ્પિટલના સંચાલક સી. પી. વાનાણીએ સ્ટાફ અને નવજન્મિત દીકરીઓની ફૅમિલીઓના અંદાજે ૨૦૦ લોકો માટે એક જમણવાર પણ રાખ્યો હતો. હૉસ્પિટલમાં દીકરી જન્મે એ જો માતાની પહેલી ડિલિવરી હોય તો એ ડિલિવરી નિ:શુલ્ક કરવામાં આવે છે, જ્યારે બીજી દીકરી હોય તો એ દીકરીના નામનાં એક લાખ રૂપિયાનાં બૉન્ડ આપવામાં આવે છે, જે દીકરીને ૨૦ વર્ષની ઉંમરે મળે છે.

આ પણ વાંચો : પતિએ તેની પત્ની અને ત્રણ બાળકોની હત્યા કરી વિડિયો બનાવી પરિવારને મોકલ્યો

ગઈ કાલે જન્મેલી દીકરીઓમાંની આઠ ડિલિવરી પહેલી વારની હતી, જ્યારે અન્ય બે દીકરીઓ બીજી વખતની હતી. વાનાણીએ કહ્યું હતું કે ‘દીકરીઓ લક્ષ્મી સમાન હોય છે. દીકરીઓના જન્મને વધાવનારો ક્યારેય દુખી નથી થતો.’

surat gujarat