સુરત જિલ્લા કલેક્ટરે20000કરોડની જમીન સરકાર હસ્તક લેતાં બિલ્ડરોમાં ફફડાટ

12 January, 2020 09:40 AM IST  |  surat

સુરત જિલ્લા કલેક્ટરે20000કરોડની જમીન સરકાર હસ્તક લેતાં બિલ્ડરોમાં ફફડાટ

પ્રતીકાત્મક તસવીર

સુરતના આભવા ગામની કરોડો રૂપિયાની જમીનમાં તત્કાલીન મામલતદારે નવાબના ૪૦થી ૪૫ વારસદારોનાં નામો દાખલ કર્યાં બાદ સુરત જિલ્લા કલેક્ટરે હુકમ રિવિઝનમાં લઈને તમામ નામો રદ કરી આ જમીન સરકાર હસ્તક દાખલ કરી લેતાં બિલ્ડર લૉબી ફફડી ઊઠી છે.
આભવા ગામની રેવન્યુ સર્વે નંબર ૫૦૫ (૯.૭૯ લાખ ચોરસમીટર) તથા રેવન્યુ સર્વે નંબર ૫૦૭ (૬.૮૧ લાખ ચોરસમીટર) જમીન કે જેની હાલમાં બજાર કિંમત ૨૦ હજાર કરોડ રૂપિયાની થાય છે એ સરકારી માલિકીની છે. આ જમીન પચાવવા માટે એક કૌભાંડ થયું હતું. કલેક્ટરનાં સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ નવાબ નુરૂદ્દીન હુસેનખાન વલ્દ હુસેનુદ્દીન હુસેન ખાનના વારસોના વારસો દ્વારા ૨૦૧૪માં આ જમીનમાં તેમનાં નામો દાખલ કરવા માટેની વારસાઈની અરજી કરી હતી. તેઓનું કહેવું એવું હતું કે આ જમીન ૧૮૨૦ની સાલમાં તેમના પૂર્વજોને ખાનગી ઇનામ ક્લાસ-૨ તરીકે આપવામાં આવી હતી જેથી આ જમીનના વારસદાર તરીકે તેમનાં નામ દાખલ કરવામાં આવે. ૨૦૧૪ની ૧૪ જાન્યુઆરીએ સીટી મામલતદાર કચેરીમાં ૩૯૨૪ નંબરની વારસાઈની નોંધ પડી હતી જેની સામે વાંધો આવતાં તકરારી કેસ તરીકે એની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી બાદ મામલતદાર દ્વારા ૨૦૧૪ની ૨૫ જૂને વારસાઈની નોંધ નામંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ વારસદારો દ્વારા સીટી પ્રાંત કચેરીમાં મામલતદારના હુકમથી નારાજ થઈને આરટીએસ અપીલ નંબર ૨૩૪/૨૦૧૪ દાખલ કરાઇ હતી.

surat gujarat