પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોનના બહાને લાખો લોકોને ઠગતી ટોળકી ઝડપાઇ

17 April, 2019 09:49 PM IST  |  અમદાવાદ

પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોનના બહાને લાખો લોકોને ઠગતી ટોળકી ઝડપાઇ

પોલીસે લાખો લોકોને ઠગતી ટોળકી ઝડપી

આજના સમયમાં લોકોએ ડગલેને પગલે અજાણ્યાથી સાવચેત રહેવું જોઇએ. ક્યારે કોણ છેતરી જાય તેનો અંદાજો નથી લગાવી શકતા. ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી મુંદ્રા યોજનામાં લોન અપાવવાના બહાને હજારો લોકો સાથે ઠગતી ટોળકી ઝડપાઇ છે. આરોપીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ બ્રીજ કેપિટલ નામનું બનાવટી ફિસિંગ વેબ પેજ બનાવી તમામ ડેટા મેળવતા હતા. જે મુદ્રા લોન મેળવનાર ઇચ્છૂક ગૂગલમાં સર્ચ કરે ત્યારે બ્રિજ કેપિટલ નામનુ પેજવાળુ લીંક ઓપન થાય.  જે લીંકમાં લોન મેળવનાર ઇચ્છુક નામ, મોબાઇલ નંબર સમગ્ર માહિતી ભરતા હતા અને આ ડેટા આરોપી મેળવ્યા બાદ કોલ સેન્ટર મારફતે જરૂરિયાતમંદને ફોન પર લોન આપવાનું કહી છેતરપીંડી આચરતા હતા.


આરોપીઓ 50 હજારથી 1 લાખ સુધી ટેક્સ અને ચાર્જસ માગતા
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આ કોલ સેન્ટરનો મુખ્ય આરોપી અનિલ જોશી છે. જે હાલ ફરાર થઈ ચૂક્યો  છે. આરોપીઓ ભોગ બનાવવા લોકોને બનાવટી લેટર પણ મોકલી આપતા હતા.  હાલ તો આ ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 22 જેટલા મોબાઇલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાયબર કાઈમ બ્રાંચ એસીપી જે.એમ.યાદવ કહ્યું કે તપાસમાં સામે આવ્યુ છે કે છેલ્લા 7 મહિનાથી ફરાર આરોપી અનિલ જોષી દ્વારા દિલ્હીમાં કોલ સેન્ટર ચલાવવામાં આવતુ હતું. વધુમાં આરોપીઓ 50 હજારથી લઈને  1 લાખ રુપિયા સુધીના અલગ અલગ ટેક્સ અને ચાર્જેસના બહાને લોકો સાથે ઠગાઈ કરતા હતા.

આ પણ વાંચો : અમદાવાદી યુવાને યુઝ કરેલ #myAmdavadshot બન્યું ટ્રેન્ડિંગ ટોપિક

ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ લોકોને ઠગતા હતા
ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોમાં પણ અસંખ્ય લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવી જ રીતે અમદાવાદના અસારવા વિસ્તારના સિધ્ધરાજસિંહ ડાભી નામના યુવક જોડે પાંચ લાખની લોન આપવાના બહાને 1 લાખ રૂપિયા ઠગ ટોળકીએ પડાવી લીધા હતા. પ્રધાનમંત્રી મુદ્રા લોન નામે ચાલતુ બોગસ કોલ સેન્ટર દિલ્હીમાં અલગ અલગ વિસ્તારમાં અનેક જગ્યાએ ચાલતુ હોવાની માહિતીના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાચની પીઆઇ વી.ડી.બારડ ટીમ સાથે દિલ્હીમાં તપાસ તેજ કરી છે.

ahmedabad gujarat